Get The App

કોણ છે મિથુન ચક્રવર્તીનો ભાવિ જમાઈ? સમુદ્ર કિનારે ઘૂંટણીયે બેસીને કર્યું પ્રપોઝ, જુઓ ફોટોઝ

Updated: Jun 16th, 2026

GS TEAM

Google News
Google News
કોણ છે મિથુન ચક્રવર્તીનો ભાવિ જમાઈ? સમુદ્ર કિનારે ઘૂંટણીયે બેસીને કર્યું પ્રપોઝ, જુઓ ફોટોઝ 1 - image

Mithun Daughter Marraige: બોલિવૂડના ઓરિજિનલ 'ડિસ્કો ડાન્સર' અને દિગ્ગજ અભિનેતા મિથુન ચક્રવર્તીના ઘરે ટૂંક સમયમાં જ શરણાઈઓ ગૂંજવાની છે. મિથુનની લાડલી દીકરી દિશાની ચક્રવર્તીએ તેના લોન્ગ ટાઈમ વિદેશી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી લીધી છે. દરિયાકિનારે ઘૂંટણિયે બેસીને કરવામાં આવેલા આ અત્યંત રોમેન્ટિક પ્રપોઝલની તસવીરો અત્યારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે અને ફેન્સનું દિલ જીતી રહી છે. ચક્રવર્તી પરિવારમાં આ સમયે ખુશીઓ અને ઉત્સવનો માહોલ છે.

દિશાનીએ શેર કરી સગાઈની સુંદર ક્ષણો

દિશાની ચક્રવર્તીએ તાજેતરમાં જ પોતાના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 12 જૂન, 2026ની તારીખ સાથે સગાઈની કેટલીક અદભુત તસવીરો શેર કરી છે. આ ફોટોઝ સાથે તેણે એક હૃદયસ્પર્શી કેપ્શન લખતા જણાવ્યું છે કે, "આ મારી જિંદગીનો અત્યાર સુધીનો સૌથી સરળ અને શ્રેષ્ઠ અનુભવ છે." વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં સમુદ્રના કિનારે, સૂર્યમુખીના ફૂલો અને સળગતી મીણબત્તીઓની વચ્ચે દિશાનીનો પાર્ટનર માઇલ્સ ખૂબ જ રોમેન્ટિક અંદાજમાં ઘૂંટણિયે બેસીને તેને પ્રપોઝ કરતો જોવા મળી રહ્યો છે. બંનેએ એકબીજાનો હાથ થામીને પોતાના પ્રેમને નવું નામ આપ્યું છે.

ભાઈ મિમોહ ચક્રવર્તીએ વરસાવ્યો પ્રેમ

સોશિયલ મીડિયા પર આ તસવીરો સામે આવતા જ ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સ આ નવયુગલ પર અવિરત અભિનંદનનો વરસાદ કરી રહ્યા છે. લોકો બંનેની જોડીની કેમેસ્ટ્રીના ભરપૂર વખાણ  કરી રહ્યા છે. આ દરમિયાન હિન્દી સિનેમાના જાણીતા અભિનેતા અને દિશાનીના મોટા ભાઈ મિમોહ ચક્રવર્તીએ પણ આ પોસ્ટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. મિમોહે કમેન્ટ સેક્શનમાં હાર્ટ ઇમોજી શેર કરીને આ કપલને પોતાની શુભકામનાઓ પાઠવી છે.

કોણ છે મિથુન ચક્રવર્તીના થનારા જમાઈ માઇલ્સ મંટઝારિસ?

દિશાનીની સગાઈના સમાચાર વાયરલ થતાં જ હવે દરેક વ્યક્તિ એ જાણવા ઉત્સુક છે કે મિથુન ચક્રવર્તીના થનારા જમાઈ માઇલ્સ મંટઝારિસકોણ છે અને તેઓ શું કરે છે? ઉલ્લેખનીય છે કે, માઇલ્સને ફિલ્મ જગતની ચકચકાટ અને લાઇમલાઇટથી દૂર રહેવું જ પસંદ છે. તેઓ કેમેરાની પાછળ રહીને કામ કરવાનું પસંદ કરે છે. વ્યવસાયે માઇલ્સ એક પ્રોફેશનલ 'સ્ટેડીકેમ ઓપરેટર' અને 'કલરિસ્ટ' છે. તેમનું મુખ્ય કામ ફિલ્મો અને વીડિયો પ્રોડક્શનને વિઝ્યુઅલી સુંદર બનાવવાનું છે.

મિથુન અને યોગિતા બાલીએ દિશાનીને લીધી હતી દત્તક

દિશાની ચક્રવર્તીને મિથુન ચક્રવર્તી અને તેમની પત્ની યોગિતા બાલીએ બાળપણમાં દત્તક લીધી હતી. પરિવારમાં તેના ત્રણ મોટા ભાઈઓ મિમોહ, ઉશ્મેય અને નમાશી ચક્રવર્તી છે, જેઓ પોતાની બહેનને જાનથી પણ વધુ પ્રેમ કરે છે. એક જૂના ઇન્ટરવ્યુમાં દિશાનીએ પોતાના ઉછેર વિશે વાત કરતા જણાવ્યું હતું કે, "મારા પિતાએ મને હંમેશા જમીન સાથે જોડાયેલા રહેવાની સલાહ આપી છે. તેમણે મને શીખવ્યું છે કે જીવનમાં હંમેશા એક સારા માણસ બનવું સૌથી મહત્ત્વનું છે અને માણસે પોતાના કામનું સન્માન કરવું જોઈએ." આજે દિશાની આખા પરિવારની સૌથી લાડલી દીકરી છે.

આ પણ વાંચો: બે દિવસ પહેલા જ મારી વાત થઈ હતી અને તે...: સંચિતા ઉગલેના મોત પર કો-સ્ટારનું ચોંકાવનારું નિવેદન

મિથુન ચક્રવર્તીની આગામી ફિલ્મો

75 વર્ષની ઉંમરે પણ સિનેમા જગતમાં સક્રિય એવા મિથુન ચક્રવર્તી ટૂંક સમયમાં જ પીરિયડ ડ્રામા ફિલ્મ 'બંટવારા 1947'માં મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ જ વર્ષે 13 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. આ ઉપરાંત, બોલિવૂડ અને ટોલિવૂડના સુપરસ્ટાર મિથુન, સુપરસ્ટાર રજનીકાંતની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'જેલર 2'માં પણ એક દમદાર અને ખાસ પાત્ર ભજવતા નજરે પડશે. કલાકારના પ્રશંસકો તેમને ફરી એકવાર મોટા પડદા પર અલગ-અલગ અંદાજમાં જોવા માટે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.