સાધ્વીમાંથી બોલ્ડ બની મમતા કુલકર્ણી, ‘કરણ અર્જુન’ના ગીત પર કર્યો જોરદાર ડાન્સ, VIDEO વાયરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mamta Kulkarni Modern Look : 90ના દાયકાની જાણીતી બોલિવૂડ અભિનેત્રી મમતા કુલકર્ણી ભલે લાંબા સમયથી ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ તે કોઈને કોઈ કારણસર સતત ચર્ચામાં રહે છે. થોડા સમય પહેલાં મમતાએ સાધ્વી બનવાની જાહેરાત કરી હતી અને તે મોટાભાગે ભગવા વસ્ત્રોમાં જ જોવા મળતી હતી. જોકે, હવે સાધ્વી બન્યા બાદ ફરી એકવાર તેનો બોલ્ડ અને મોર્ડન અવતાર સામે આવતાં લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.
ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ટેજ પર કર્યો ધમાકેદાર ડાન્સ
મમતા કુલકર્ણી તાજેતરમાં જયપુરમાં આયોજિત 14મા રાજસ્થાન ફિલ્મ ફેસ્ટિવલમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન જ્યારે સ્ટેજ પર તેની જૂની ફિલ્મોના સુપરહિટ ગીતો વાગવા લાગ્યા, ત્યારે તે પોતાને રોકી શકી નહીં. મમતાએ સ્ટેજ પર જઈને ઉત્સાહપૂર્વક ડાન્સ કર્યો હતો.
'કરણ અર્જુન' અને 'ઘાતક'ના ગીતો પર કર્યો ડાન્સ
સ્ટેજ પર મમતા કુલકર્ણી પોતાની સુપરહિટ ફિલ્મ 'ઘાતક'ના ગીત 'કોઈ જાયે તો લે આયે' અને 'કરણ અર્જુન' ફિલ્મના લોકપ્રિય ગીત 'એક મુંડા મેરી ઉમ્ર કા' જેવા અનેક બોલિવૂડ ગીતો પર મન મૂકીને ઝૂમતી જોવા મળી હતી. તેને પૂરા જોશ સાથે ડાન્સ કરતી જોઈને કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકો પણ ઉત્સાહમાં આવી ગયા હતા.
વેસ્ટર્ન લૂક જોઈને લોકો ચોંકી ગયા
ડાન્સ ઉપરાંત મમતા કુલકર્ણીના આધુનિક અને ગ્લેમરસ લૂકે પણ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. ફિલ્મ જગત છોડીને સંન્યાસ લેવાની જાહેરાત કરનાર અભિનેત્રીને ફરીથી આવા વેસ્ટર્ન આઉટફિટમાં જોઈને સૌ કોઈ દંગ રહી ગયા હતા. સોશિયલ મીડિયા પર તેના વેસ્ટર્ન લૂકના આ ડાન્સ વીડિયો ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
મહાકુંભ 2025 દરમિયાન બની હતી સાધ્વી
મમતા કુલકર્ણી મહાકુંભ 2025 દરમિયાન ત્યારે ભારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. તે સમયે તેને કિન્નર અખાડાની મહામંડલેશ્વર પણ બનાવવામાં આવી હતી. જોકે ભારે વિરોધ બાદ તેને તે પદ પરથી હટાવી દેવામાં આવી હતી. તે સમયથી તે સતત ભગવા વસ્ત્રોમાં સાધ્વી તરીકે જ જોવા મળતી હતી, પરંતુ હવે ફરીથી તે જૂના ગ્લેમરસ અંદાજમાં જોવા મળી છે.




