મહાત્મા ગાંધીની પ્રપૌત્રી છે ગ્લેમરસ, પોતાની પ્રતિભાથી હોલિવૂડમાં વગાડ્યો ડંકો, જાણો તેના વિશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Image: Facebook
Medha Gandhi: મહાત્મા ગાંધીને સમગ્ર વિશ્વમાં ઓળખવામાં આવે છે. દેશ જ નહીં પરંતુ વિદેશમાં પણ લોકો તેમની પ્રશંસા કરે છે. ગાંધીના વિચારોને દુનિયામાં લોકો ફોલો કરે છે. આજે ગાંધી જયંતી છે, દરમિયાન સમગ્ર દેશ તેમને યાદ કરી રહ્યો છે. દેશ માટે તેમના યોગદાનને યાદ કરવાની સાથે જ લોકો તેમના જીવન અને પરિવાર વિશે પણ જાણવા ઈચ્છે છે.
કોણ છે અમેરિકામાં રહેતી બાપુની પ્રપૌત્રી
શું તમે જાણો છો કે મહાત્મા ગાંધીની એક પ્રપૌત્રી છે જે અમેરિકામાં રહે છે. હવે તમે વિચારી રહ્યા હશો કે આખરે તે અમેરિકામાં શું કરી રહી છે? મહાત્મા ગાંધીના સૌથી નાના પુત્ર હરિલાલના પુત્ર હતા કાંતિલાલ અને તેમની પૌત્રીનું નામ મેધા ગાંધી છે, જે અમેરિકામાં રહે છે. કાંતિલાલનો પરિવાર ઘણા વર્ષો પહેલા જ અમેરિકા શિફ્ટ થઈ ગયો હતો. કાંતિલાલ, મહાત્મા ગાંધીના તે પૌત્ર છે જેમણે સાબરમતી આશ્રમથી શરૂ થયેલી દાંડી માર્ચમાં ભાગ લીધો હતો. કહેવાય છે કે તે સમયે 20 વર્ષના કાંતિલાલ દાદા મહાત્મા ગાંધીની આગળ-આગળ થેલો લઈને ચાલતા હતા.
મેધા શું કરે છે
મેધા ગાંધી હોલિવૂડમાં એક આર્ટિસ્ટ છે. મેધા હ્યૂમર રાઈટર એટલે કે કોમેડી રાઈટર છે. તે ઘણા શો ની સ્ક્રિપ્ટ લખે છે. આ સાથે જ મેધા ગાંધી કમાલની વોકલિસ્ટ એટલે કે સિંગર પણ છે. એટલું જ નહીં તે એક પ્રોડ્યૂસર પણ છે. અમેરિકાના ચર્ચિત શો 'ડેવ એન્ડ શો' ની મેધા પ્રોડ્યૂસર પણ હતી. આ સિવાય તેણે 'મેટી ઈન ધ મોર્નિંગ શો' ને પણ પ્રોડ્યૂસ કર્યો છે.
મેધા વિદેશી સાથે રિલેશનમાં છે
મેધા ગાંધી ખૂબ હોશિયાર છે. તેના સોશિયલ મીડિયા બાયો અનુસાર તે એલ્વિશ દુરાન એન્ડ ધ મોર્નિંગ શો ની હોસ્ટ પણ છે. સોશિયલ મીડિયા પર તેની હાજરી ખૂબ મજબૂત છે. તે પોતાની લાઈફની દરેક નાની-મોટી અપડેટ શેર કરતી રહે છે. મેધાના સોશિયલ મીડિયા પર લગભગ 2.5 ફોલોઅર્સ છે. મેધા ગાંધી એક ગ્લેમરસ અને સ્ટાઈલિશ લાઈફ જીવે છે. ગાંધીના બિલકુલ વિપરીત તેની ડ્રેસિંગ સ્ટાઈલ વેસ્ટર્ન કલ્ચરથી પ્રભાવિત છે. મેધા ગાંધી બ્રેન્ડેન જોન્સ નામના વિદેશી શખ્સ સાથે રિલેશનમાં છે. મેધા પોતાની લવ લાઈફ વિશે વાત કરતા ખચકાતી નથી. સોશિયલ મીડિયા પર પણ તેની બોયફ્રેન્ડ સાથે ઘણી તસવીરો છે અને બંને એકબીજા પર પ્રેમ લૂંટાવતા નજર આવે છે.




