Entertainment

શૂટિંગના 1 મહિના પહેલાં ફિલ્મ છોડવી...: ફરહાન અખ્તરનું દર્દ છલકાયું, રણવીર સિંહનું નામ લીધા વિના કર્યો કટાક્ષ

By GS Team
11 Aug 20262 mins read
TukuTouch Logo
બોલિવૂડમાં 'ડોન 3' ફિલ્મને લઈને ફરહાન અખ્તર અને રણવીર સિંહ વચ્ચે વિવાદ ઉભો થયો છે. રણવીર શૂટિંગ પહેલાં જ પ્રોજેક્ટમાંથી બહાર થતાં મોટો કાનૂની વિવાદ સર્જાયો. ફરહાને પોતાની ફિલ્મ 'દિલ ચાહતા હૈ'ના 25 વર્ષ પૂરા થતાં, રણવીરનું નામ લીધા વિના કટાક્ષ કર્યો. તેમણે કહ્યું, "આજકાલ શૂટિંગના 1 મહિના પહેલાં ફિલ્મ છોડી દેવી એ પેટર્ન બની ગઈ છે." આ વિવાદથી મેકર્સને 45 કરોડનું નુકસાન થયું હોવાના અહેવાલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

શૂટિંગના 1 મહિના પહેલાં ફિલ્મ છોડવી...: ફરહાન અખ્તરનું દર્દ છલકાયું, રણવીર સિંહનું નામ લીધા વિના કર્યો કટાક્ષ

Farhan Akhtar Ranveer Singh Don 3 Controversy: બોલિવૂડમાં હાલના દિવસોમાં ડિરેક્ટર ફરહાન અખ્તર અને સુપરસ્ટાર રણવીર સિંહ વચ્ચેનો વિવાદ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ફિલ્મ 'ડોન 3'નું શૂટિંગ શરૂ થવાના બરાબર થોડા દિવસો પહેલાં જ રણવીર સિંહ અચાનક પ્રોજેક્ટમાંથી બહાર થઈ જતાં મોટો કાનૂની વિવાદ ઊભો થયો હતો. હવે પોતાની કલ્ટ ક્લાસિક ફિલ્મ 'દિલ ચાહતા હૈ'ના 25 વર્ષ પૂરા થવાના અવસર પર ફરહાન અખ્તરે આ વિવાદ પર મૌન તોડ્યું છે. ફરહાને નામ લીધા વિના રણવીર સિંહ પર એવો વેધક કટાક્ષ કર્યો છે કે આખી ઈન્ડસ્ટ્રીમાં સનસનાટી મચી ગઈ છે.

રણવીર સિંહનું નામ લીધા વિના કર્યો કટાક્ષ

એક ઈન્ટરવ્યૂમાં ફરહાન અખ્તર પોતાની પહેલી ડાયરેક્ટોરિયલ ફિલ્મ 'દિલ ચાહતા હૈ' સાથે જોડાયેલો એક જૂનો કિસ્સો સંભળાવી રહ્યા હતા. તેમણે જણાવ્યું કે કેવી રીતે શૂટિંગ શરૂ થવાના ગણતરીના દિવસો પહેલાં જ સૈફ અલી ખાન બીજી ફિલ્મની ડેટ્સના કારણે ફિલ્મ છોડવા માંગતા હતા. એ સમયે મારું દિલ તૂટી ગયું હતું.

આ જ વાતને આગળ વધારતાં ફરહાને અચાનક રણવીર સિંહના 'ડોન 3'માંથી વૉકઆઉટ કરવાની ઘટના તરફ ઈશારો કરી દીધો. ફરહાને હસતાં-હસતાં અને રમૂજ અંદાજમાં કહ્યું કે, 'શૂટિંગના માત્ર એક મહિના પહેલાં ફિલ્મ છોડી દેવી… આજકાલ તો આ એક પેટર્ન બનતી જઈ રહી છે.' ફરહાનનો આ કટાક્ષ સાંભળતાં જ ઈન્ટરવ્યૂ લેનાર રિપોર્ટર જોર-જોરથી હસવા લાગ્યો.

આ માત્ર મારી સાથે જ નથી રહ્યું

ઈન્ટરવ્યૂઅરનું હાસ્ય જોઈને ફરહાન અખ્તરે આગળ કહ્યું કે, 'આ માત્ર મારી સાથે જ નથી થઈ રહ્યું. આજકાલ આવી ઘટનાઓ ખૂબ સામાન્ય બની ગઈ છે.' ભલે ફરહાને સીધું નામ ન લીધું હોય, પરંતુ તેમના આ 'પેટર્ન'વાળા નિવેદનને સીધી રીતે રણવીર સિંહની એ હરકત સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે, જેના કારણે ફિલ્મ નિર્માતાઓને મોટું નુકસાન વેઠવું પડ્યું હતું.

45 કરોડનું નુકસાન અને FWICE વિવાદ

તમને જણાવી દઈએ કે, રણવીર સિંહના 'ડોન 3'માંથી અચાનક હટી જતાં બોલિવૂડમાં મોટો વિવાદ સર્જાયો હતો. રિપોર્ટ્સ પ્રમાણે રણવીરે પોતાની સાઈનિંગ એમાઉન્ટ પરત કરવાની ઓફર કરી હતી, પરંતુ મેકર્સનું કહેવું હતું કે પ્રી-પ્રોડક્શનમાં તેમને 45 કરોડનું નુકસાન થયું છે, જેની ભરપાઈ થવી જોઈએ.

ત્યારબાદ ફરહાન અખ્તરે ફિલ્મ ફેડરેશન (FWICE)ના દરવાજા ખખડાવ્યા હતા, જેના પગલે ફેડરેશને રણવીર સિંહ સામે અસહકારનું વલણ અપનાવ્યું હતું. જોકે, પાછળથી તેને પરત ખેંચી લેવામાં આવ્યું હતું. બીજી તરફ રણવીર સિંહે પણ પોતાના વકીલ મારફતે લીગલ નોટિસ મોકલી હતી.

20 વર્ષ પછી પણ 'ડોન 3' પર સસ્પેન્સ યથાવત

'ડોન' ફ્રેન્ચાઈઝીના ફેન્સ લાંબા સમયથી 'ડોન 3'ની રાહ જોઈ રહ્યા છે. પહેલાં શાહરૂખ ખાનનું આ પ્રોજેક્ટમાંથી અલગ થવું અને ત્યારબાદ હવે શૂટિંગના ઠીક પહેલાં રણવીર સિંહનું વૉકઆઉટ કરવાથી મેકર્સનું પ્લાનિંગ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. ફરહાન અખ્તરના આ તાજેતરના નિવેદને ફરી એકવાર બંને વચ્ચેની કડવાશને છતી કરી દીધી છે.