Entertainment

ક્રિતીએ કબીર સાથે નવા ફોટા મૂકી બ્રેક અપની અફવાઓ ફગાવી

By GS Team
2 Jul 20262 mins read
TukuTouch Logo
મુંબઈમાં અભિનેત્રી ક્રિતી ખરબંદા અને બોયફ્રેન્ડ કબીર દહિયાના બ્રેકઅપની અફવા વહેતી થઈ હતી. કબીરના અન્ય યુવતી સાથેના ફોટા વાયરલ થતાં આ ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, ક્રિતીએ છેલ્લા 6 મહિનાના ફોટા સોશિયલ મીડિયા પર શેર કરીને આ અફવાઓને નકારી કાઢી છે. આ ફોટામાં કબીર સાથેના રોમેન્ટિક પળો પણ શામેલ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ક્રિતીએ કબીર સાથે નવા ફોટા મૂકી બ્રેક અપની અફવાઓ ફગાવી

કબીરના અન્ય યુવતી સાથે ફોટાથી અફવા ફેલાઈ હતી
કેટલીક ક્ષણો ઈન્સ્ટા પર આવી નથી તેમ કહી અનેક ફોટા મૂક્યા : જોકે, હજુ સંબંધોની સત્તાવાર ઘોષણા નહિ

મુંબઈ : ક્રિતી અને બોય ફ્રેન્ડ કબીર દહિયા વચ્ચે બ્રેક અપની અફવા તાજેતરમાં ફેલાઈ હતી. હવે ક્રિતીએ પણ છેલ્લા છ મહિનાના ફોટા એક સાથે સોશ્યલ મિડિયા પર મૂક્યા તેમાં કબીર સાથે નવા ફોટા પોસ્ટ કરી પોતાની સ્ટાઈલથી બ્રેક અપની અફવા નકારી છે.
કબીર અને ક્રિતી અનેકવાર જાહેરમાં એકસાથે જોવા મળ્યા છે. કબીરે આ વર્ષની શરૂઆતમાં યોજાયેલાં ક્રિતીની બહેન નુપૂરના લગ્નમાં પણ હાજરી આપી હતી. એક વાઇરલ પોસ્ટ પર દાવો કરવામાં આવ્યો છે કે કબીર બીજી એક છોકરી સાથે દેખાયો છે. આ વિડિયો વાઇરલ થવાની સાથે નેટીઝન્સમાં ચર્ચા ફાટી નીકળી હતી કે કબીર અને ક્રિતી વચ્ચે બ્રેક અપ થઇ ગયું છે કે શું?પણ સાચી વાત એ હતી કે આલિયા મોહન નામના કબીર જેવા જ દેખાતાં માણસનો ઇન્સ્ટા પરનો સ્ક્રિન શોટ લઇને આ ખોટો દાવો કરવામાં આવ્યો હતો. વિડિયોમાં જે છોકરી દેખાય છે તે કબીરની દૂરની બહેન છે.

ક્રિતીએ તેના છ મહિનાના જાતજાતના ફોટા મુકતાં જણાવ્યું હતું કે એવી કેટલીક ક્ષણો જે ઇન્સ્ટા પર કદી આવી નથી.
એક ફોટામાં કબીર અને ક્રિતી સાથે મળી લાઇવ પરફોર્મન્સ જોઇ રહ્યા છે. જેમાં ક્રિતીએ પહેરેલી બ્લેક હૂડીની પાછળ મેસેજ લખેલો છે, ઇમોશનલી ઇન્વેસ્ટેડ, ફાયનાન્સિયલી બ્રોક.