મુંબઈ : કેટરિના કૈફ હવે ફરી કેરિયરમાં પુનરાગમન કરવા માગે છે અને આ માટે તે કોઈ ઓટીટી પ્રોજેક્ટ મેળવવા પ્રયાસ કરી રહી હોવાનું જાણવા મળે છે. કેટરિનાએ ગયાં વર્ષે નવેમ્બરમાં પુત્ર વિહાનને જન્મ આપ્યો હતો. હજુ છ મહિના સુધી કેટરિના તેની સંભાળ માટે ઘરે જ રહેશે. તે આવતાં વર્ષથી શૂટિંગ શરુ કરવા ઈચ્છે. પરંતુ, આ માટે તેણે અત્યારથી જ કોઈ ઓટીટી પ્રોજેક્ટની શોધ આદરી છે.
કેટરિનાનાં નિકટવર્તી સૂત્રોના જણાવ્યા અનુસાર કેટરિના કમબેકમાં ધીમે ધીમે આગળ વધવા માગે છે.
આથી તે કોઈ એવો પ્રોજેક્ટ કે રોલ નહિ સ્વીકારે જેના માટે બહુ સમય આપવો પડે કે બહુ આઉટડોર શૂટિંગ સામેલ હોય. તે માતા તરીકેની જવાબદારીમાં બહુ સમાધાનો ન કરવાં પડે તેવો રોલ શરુઆતમાં સ્વીકારશે. કેટરિનાના અનેક સમકાલીન કલાકારો ઓટીટી સ્પેસને અપનાવી ચૂક્યા છે પરંતુ હજુ સુધી કેટરિનાએ કોઈ ઓટીટી પ્રોજેક્ટ કર્યો નથી. આથી તે આ ક્ષેત્રમાં ડેબ્યૂ કરવા ઈચ્છે છે.
કેટરિના છેલ્લે વિજય સેતુપતિ સાથેની ફિલ્મ 'જસ્ટ મેરીડ'માં દેખાઈ હતી. આ ફિલ્મ ૨૦૨૪માં રીલિઝ થઈ હતી.


