Entertainment

'હુમલાખોર ચોરીના ઈરાદે નહીં પણ હુમલો કરવા આવ્યો હતો..' સૈફ પર હુમલા અંગે કરીના કપૂરના ખુલાસા

By GS Team
18 Jan 20252 mins read
This article was originally published on 18 Jan 2025
TukuTouch Logo
બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. આયા બાદ હવે કરીના કપૂરે પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ દરમિયાન કરીના કપૂરે ઘણા ખુલાસા કર્યા છે. કરીનાએ બાંદ્રા પોલીસને જણાવ્યું કે, સૈફે એકલાએ જ હુમલાખોરનો સામનો કર્યો હતો. તેણે ઘરની બધી મહિલાઓને બિલ્ડિંગના 12મા માળે મોકલી દીધી હતી. જો સૈફ વચ્ચે ન પડ્યો હોત તો કંઈ પણ થઈ શક્યું હોત.

Summarized by AI; it may make mistakes. Check important info

'હુમલાખોર ચોરીના ઈરાદે નહીં પણ હુમલો કરવા આવ્યો હતો..' સૈફ પર હુમલા અંગે કરીના કપૂરના ખુલાસા

Kareena kapoor statement on saif ali khan attack: બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલા હુમલાની મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. આયા બાદ હવે કરીના કપૂરે પોતાનું નિવેદન નોંધાવ્યું છે. આ દરમિયાન કરીના કપૂરે ઘણા ખુલાસા કર્યા છે. કરીનાએ બાંદ્રા પોલીસને જણાવ્યું કે, સૈફે એકલાએ જ હુમલાખોરનો સામનો કર્યો હતો. તેણે ઘરની બધી મહિલાઓને બિલ્ડિંગના 12મા માળે મોકલી દીધી હતી. જો સૈફ વચ્ચે ન પડ્યો હોત તો કંઈ પણ થઈ શક્યું હોત.

કરીનાનું નિવેદન

કરીનાએ પોલીસને જણાવ્યું કે, 'જ્યારે હુમલો થયો ત્યારે સૈફે બાળકો અને મહિલાઓને 12મા માળે મોકલી દીધા હતા. સૈફે મહિલાઓ અને બાળકોને બચાવવાનો પ્રયાસ કર્યો. સૈફ વચ્ચે આવ્યો તો હુમલાખોર જહાંગીર (સૈફ-કરીનાનો નાનો પુત્ર) સુધી પહોંચી ન શક્યો. કહુમલાખોરે ઘરમાંથી કંઈ વસ્તુની ચોરી નથી કરી, પરંતુ તે ખૂબ જ આક્રમક હતો. તેણે સૈફ પર ઘણી વાર હુમલો કર્યો, હુમલા પછી હું ડરી ગઈ હતી તેથી કરિશ્મા મને તેના ઘરે લઈ ગઈ હતી.'

આ પણ વાંચો: સૈફ અલી ખાન કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ નહીં: પોલીસની સ્પષ્ટતા

આયાનું નિવેદન

આ પહેલા સૈફ-કરીનાના બાળકો તૈમૂર-જેહની આયાએ જણાવ્યું હતું કે, હુમલાના દિવસે ખરેખર શું થયું હતું? આયાએ જણાવ્યું કે, હું છેલ્લા 4 વર્ષથી તેમના ઘરમાં કામ કરી રહી છું. 15 જાન્યુઆરીની રાત્રે 2:00 વાગ્યે હું એક વિચિત્ર અવાજ સાંભળીને જાગી ગઈ, બાથરૂમની લાઈટ ચાલુ હતી. જ્યારે હું જોવા ગઈ ત્યારે એક વ્યક્તિ બહાર આવ્યો, તે જેહ પાસે જઈ રહ્યો હતો. આ જોઈને હું ઝડપથી તેની પાસે ગઈ તો તેણે આંગળીથી ઈશારો કરીને મને અવાજ ન કરવા કહ્યું. જ્યારે મેં તેને રોકવાનો પ્રયાસ કર્યો તો તેણે મારા પર હુમલો કરી દીધો. તેણે એક કરોડ રૂપિયાની માંગણી કરી. અવાજ સાંભળીને સૈફ અને કરીના દોડી આવ્યા પરંતુ આરોપીઓએ સૈફ પર પણ હુમલો કરી દીધો. આ ઘટનામાં સૈફને ઘણી જગ્યાએ ઈજા પહોંચી હતી.

સૈફ અલી ખાન પર હુમલો

ગુરુવારે રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર હુમલાખોરે છરીથી હુમલો કર્યો હતો અને તેમને ગંભીર ઈજા થઈ હતી. સૈફ અલી ખાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સફળ સર્જરી કરવામાં આવી હતી. ડોક્ટરોએ લગભગ 6 કલાકની સર્જરી કરી અને છરીનો 2.5 ટુકડો કાઢી નાખ્યો હતો. ડોક્ટરોનું કહેવું છે કે જો ઘા 2 મીમી ઊંડો હોત તો સૈફ અલી ખાનને લકવો થઈ શક્યો હોત.