Entertainment

કરણ જોહર આદિત્ય રોય કપૂર સાથે હોરર થ્રીલર બનાવશે

By GS Team
1 Feb 20261 min read
કરણ જોહર આદિત્ય રોય કપૂર સાથે હોરર થ્રીલર બનાવશે

- તૈયારીઓ શરૂ, આગામી મેથી શૂટિંગ ચાલુ થશે

- આદિત્ય સામે હિરોઈનની શોધ ચાલુઃ સંદીપ મોદી દિગ્દર્શન કરશે

મુંબઈ: આદિત્ય રોય કપૂરને એક નવી હોરર થ્રીલર ફિલ્મ મળી છે. કરણ જોહર આ ફિલ્મ બનાવી રહ્યો છે. જોકે, ફિલ્મનું  દિગ્દર્શન સંદીપ મોદી કરવાના છે. 

બોલિવુડમાં છેલ્લા કેટલાંક વર્ષોથી હોરર થ્રીલર ફિલ્મો લોકપ્રિય થઈ રહી છે. આથી કરણ જોહરે પણ આ ટ્રેન્ડમાં ઝંપલાવ્યુું છે. તેણે ફિલ્મની સ્ક્રિપ્ટ તૈયાર કરાવી લીધી છે. આદિત્ય રોય કપૂરને સ્ક્રિપ્ટ પસંદ પણ આવી છે. ફિલ્મ માટે પ્રિ પ્રોડક્શન વર્ક શરુ થઈ ગયું છે. મોટાભાગે આગામી મે માસથી  ફિલ્મનું શૂટિંગ ચાલુ થઈ જશે. 

આદિત્ય રોય કપૂર સામે હિરોઈનની શોધ ચાલુ છે. આ ઉપરાંત અન્ય કાસ્ટ ફાઈનલ થઈ રહી છે. આદિત્ય રોય કપૂરની છેલ્લી ફિલ્મ 'મેટ્રો ઈન દિનો'એ ટિકિટબારી પર સાધારણ દેખાવ  કર્યો હતો. હવે તેની સીરિઝ 'રક્તબ્રહ્માંડ' રીલિઝ થવાની છે.