Get The App

કંગનાની ફિલ્મનું નામ ક્વીન ટુ નહિ પરંતુ ફોરેવર ક્વીન હશે

Updated: Apr 5th, 2026

GS TEAM

Google News
Google News
કંગનાની ફિલ્મનું નામ ક્વીન ટુ નહિ પરંતુ ફોરેવર ક્વીન હશે 1 - image

- કંગના સિવાયના કોઈ કલાકાર રીપિટ નહિ થાય

- કંગનાની મૂળ ક્વીન ફિલ્મની સ્ટોરી સાથે કોઈ સંબંધ પણ નહિ હોય

મુંબઈ: કંગના રણૌતની 'ક્વીન' ફિલ્મનો સર્જક હવે 'ક્વીન ટુ ' બનાવી રહ્યો હોવાની ચર્ચા કેટલાય દિવસોથી શરુ થઈ છે. હવે એવો દાવો થઈ રહ્યો છે કે આ ફિલ્મનું ટાઈટલ 'ક્વીન ટુ' નહિ પરંતુ 'ફોરેવર ક્વીન' હશે. 

આ ઉપરાંત એવો પણ દાવો થઈ રહ્યો છે કે આ ફિલ્મને મૂળ 'ક્વીન' ફિલ્મની વાર્તા સાથે કોઈ લેવા દેવા નહિ હોય. આ સીકવલ  નહિ હોય પરંતુ તદ્દન નવી જ સ્ટોરી હશે. મોટાભાગે આ ફિલ્મમાં કંગનાને બાદ કરતાં કોઈ કલાકારો રીપિટ થવાની સંભાવના પણ નહિવત્ત છે. ઉલ્લેખનીય છે કે મૂળ 'ક્વીન' ફિલ્મમાં કંગના સાથે રાજકુમાર રાવ હતો. કંગનાની છેલ્લાં આઠ-દસ  વર્ષમાં કોઈ ફિલ્મ સફળ થઈ નથી. આથી તેણે વિકાસ બહલ સાથે ફરી કોલબરેશન કર્યું હોવાનું કહેવાય છે. 

હવે સંસદસભ્ય બની ચૂકેલી કંગના એક એકટ્રેસ તરીકે પણ કામ કરવાનું બંધ કરવા ઈચ્છતી નથી. આથી, તે એક સારી ફિલ્મની તલાશમાં છે.