Entertainment

કંગના ક્વીન ટૂ માટે આ મહિને મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે

By GS Team
2 Apr 20261 min read
કંગના ક્વીન ટૂ માટે આ મહિને મુંબઈમાં શૂટિંગ શરૂ કરશે

- વિકાસ બહલ જ પાર્ટ ટુ બનાવી રહ્યો છે

- આ વખતે કંગનાનાં વિદેશ ભ્રમણને બદલે ભારતમાં જ પ્રવાસની વાર્તા હશે

મુંબઇ : કંગના રણૌત પોતાની ૨૦૧૪ની 'ક્વીન' ફિલ્મની સીકવલ'ક્વીન ટુ'નુું શૂટિંગ એપ્રિલના અંત સુધીમાં શરૂ કરે તેવી શક્યતા છે. મૂળ 'ક્વીન' ફિલ્મે કંગનાને ભારે પ્રશંસા અપાવી હતી અને તે રાતોરાત બોલીવૂડની ટોચની હિરોઈનોમાંની એક બની ગઈ હતી. 

મૂળ ફિલ્મમાં અભિનેત્રી  એક નાનાં શહેરની મધ્યમવર્ગીય  યુવતીના રોલમાં જોવા મળી હતી. હવે 'ક્વીન ટ'ુમાં તે મોટાં શહેરની આધુનિક યુવતીના રોલમાં  જોવા મળશે. તે આ ફિલ્મમાં વિદેશની બદલે ભારત ભ્રમણ કરતી જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ ૩ મહિનામાં આટોપી લેવાની યોજના છે.

આ સીકવલમાં  જોકે, સપોર્ટિંગ કાસ્ટ રીપિટ થવાની શક્યતા ઓછી છે.  ફિલ્મના શૂટિંગની શરૂઆત  મુંબઇના સ્ટુડિયોથી કરવામાં આવશે. જ્યાં નોર્થ ઇન્ડિયા શહેરનો સેટ તૈયાર કરવામાં આવશે. મુંબઇમાં શૂટિંગ પુરુ કર્યાં પછી ફિલ્મની ટીમ ભારતના અન્ય શહેરોમાં જશે.

વિકાસ બહલ જ તેની આ જૂની હિટ ફિલ્મની સીકવલ બનાવી રહ્યો છે. સીકવલની વાર્તા પણ તેણે જ લખી છે.