Entertainment

કલ્કિ ટુનાં શૂટિંગની ગાડી ફરી આવતા મહિનાથી પાટે ચઢશે

By GS Team
7 Jun 20261 min read
કલ્કિ ટુનાં શૂટિંગની ગાડી ફરી આવતા  મહિનાથી પાટે ચઢશે

- હવે ઝડપી શૂટિંગનો નાગ અશ્વિનનો દાવો

- દીપિકા પદુકોણની હકાલપટ્ટી થયા બાદ નવી હિરોઈન નક્કી ન થતાં શૂટિંગ અટક્યું હતું

મુંબઈ: પ્રભાસની ફિલ્મ 'કલ્કિ ટુ'નું શૂટિંગ આવતા મહિનેથી ફરી શરુ થશે. દિગ્દર્શક નાગ અશ્વિને દાવો કર્યો છે કે પોતે હવે ઝડપભેર આ ફિલ્મનું શૂટિંગ આટોપશે. તેણે એમ કહ્યું છે કે ફિલ્મની પ્રોડક્શન ટીમે હવે ઝપાટાભેર શૂટિંગ પતાવવા માટે તમામ તૈયારીઓ પણ કરી લીધી છે. 

આ ફિલ્મના પહેલા ભાગમાં દીપિકા  પદુકોણ હિરોઈન તરીકે હતી. પરંતુ, હવે  બીજા ભાગમાં સાઈ પલ્લવી તેનું સ્થાન લે તેવી  અટકળો છે. 

કહેવાય છે કે દીપિકાએ બીજા  ભાગનાં શૂટિંગ માટે વધારે  ફી તથા કામના  મર્યાદિત કલાકો સહિતની શરતો મૂકી હતી. તેનાં આ નખરાંથી ત્રાસીને છેવટે સર્જકોએ ફિલ્મમાંથી તેની હકાલપટ્ટી કરી દીધી હતી. તે પછી નવી હિરોઈનની શોધના કારણે ફિલ્મનું શૂટિંગ વિલંબમાં પડયું હતું. 

જોકે, હજુ  સુધી હિરોઈન તરીકે  સાઈ  પલ્લવીના નામની સત્તાવાર જાહેરાત થઈ નથી.