Get The App

જે પી દત્તાની દીકરી નિધિ સરહદ ફિલ્મ રિવાઈવ કરશે

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
જે પી દત્તાની દીકરી નિધિ સરહદ ફિલ્મ રિવાઈવ કરશે 1 - image

- મૂળ વાર્તાને નવાં સ્વરૂપમાં ઢાળવામાં આવશે

- મૂળ ફિલ્મ 1970ના દાયકામાં મિથુન, વિનોદ ખન્ના, બિંદિયા ગોસ્વામી સાથે બનવાની હતી

મુંબઈ : પીઢ ફિલ્મ સર્જક જે પી દત્તાની બંધ પડેલી ફિલ્મ 'સરહદ' હવે તેની દીકરી નિધિ દત્તા રિવાઈવ કરશે તેવી ચર્ચા છે. 

જે પી દત્તાએ ૧૯૭૦ના દાયકામાં આ ફિલ્મ જાહેર કરી હતી. ત્યારે તેમાં મિથુન ચક્રવર્તી, વિનોદ  ખન્ના અને બિંદિયા ગોસ્વામી કામ કરવાનાં હતાં. જોકે, કોઈ કારણોસર આ પ્રોજેક્ટ આગળ વધ્યો ન હતો. 

રસપ્રદ વાત એ છે કે હિન્દી શબ્દ સરહદ માટેના જ અંગ્રેજી શબ્દ 'બોર્ડર' પરથી બાદમાં જે પી દત્તાએ ફિલ્મ બનાવી હતી જે બોલિવુડની ઓલટાઈમ સુપરહિટ ફિલ્મોમાંની એક બની હતી. હજુ તાજેતરમાં નિધિ દત્તાએ જ 'બોર્ડર ટુ' બનાવી હતી. 

બોલિવુડ વર્તુળોમાં ચર્ચા છે કે નિધિ મૂળ 'સરહદ' ફિલ્મની વાર્તાને નવાં રુપમાં ઢાળી ફરી શરુ કરવાની છે. આ માટે તે કાસ્ટ અંગે પણ ચર્ચા કરી રહી છે.