Entertainment

જાહ્નવીએ પેડીનો વિવાદ વિસારે પાડી એક્તાની ફિલ્મ સાઇન કરી

By GS Team
18 Jul 20261 min read
TukuTouch Logo
જાહ્નવી કપૂરની આગામી ફિલ્મ 'પેડી'માં તેના અંગપ્રદર્શનને લઇ વિવાદ થયો હતો. નિર્દેશક બુચી બાબુ સાનાએ વિવાદાસ્પદ સીન બદલ માફી માંગી તેને હટાવ્યો. જાહ્નવીએ આ વિવાદને અવગણી 'પગલૈત'ના નિર્દેશક ઉમેશ બિશ્તની નવી ફિલ્મ સાઇન કરી છે. એકતા કપૂર અને ગુનીત મોંગા નિર્મિત આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરમાં શરૂ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

જાહ્નવીએ પેડીનો વિવાદ વિસારે પાડી એક્તાની ફિલ્મ સાઇન કરી

મુંબઇ: કમર્શિયલ સિનેમામાં નારી શરીરને એક વસ્તુ તરીકે દેખાડવામાં આવે છે તેવો વિવાદ પેડી ફિલ્મમાં જાહ્નવી કપૂરના અંગપ્રદર્શન બાબતે થયો હતો. આ મામલે જાહ્નવી કપૂરે કોઇ પ્રતિભાવ આપવાની પરવા કર્યા વિના બીજી એક ફિલ્મ સાઇન કરી પોતાના માર્ગે આગળ વધી ગઇ છે. ફિલ્મના નિર્દેશક બુચી બાબુ સાનાએ જાહ્નવીના પાત્ર અચીયમ્માને સેક્સી બતાવતા ચગેલાં વિવાદ બાદ આ મામલે માફી માંગી વિવાદાસ્પદ સીન ફિલ્મમાંથી કાઢી નાંખ્યા હતા.
જાહ્નવી કપૂરે પગલૈતના નિર્દેશક ઉમેશ બિશ્તની આગામી ફિલ્મ સાઇન કરી છે. આ ફિલ્મનું શૂટિંગ ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. ઉમેશ બિશ્ત નિર્દેશિત આ ફિલ્મનું નિર્માણ એક્તા કપૂરની બાલાજી મોશન પિક્ચર અને ગુનીત મોંગાના શિખ્યા એન્ટરટેઇનમેન્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે. ફિલ્મની બાકીની કાસ્ટ વિશે હજી કોઇ જાહેરાત કરવામાં આવી નથી. ઉમેશ બિશ્ત હાલ પગલૈત ટુનું નિર્દેશન કરવામાં વ્યસ્ત છે. ૨૦૨૧માં આવેલી ફિલ્મ પગલૈતની સિક્વલમાં સાન્યા મલ્હોત્રા સંધ્યા તરીકે મુખ્ય ભૂમિકામાં પાછી ફરશે તેમ મનાય છે.