Entertainment

જયદીપ અહલાવતે તેની નવી ફિલ્મ દલદલનું પોસ્ટર શેર કર્યું

By GS Team
10 May 20261 min read
જયદીપ અહલાવતે તેની નવી ફિલ્મ દલદલનું પોસ્ટર શેર કર્યું

- સુબેદાર ફેમ સુરેશ ત્રિવેણી ફિલ્મ દલદલનું નિર્દેશન કરશે 

મુંબઇ : જલસા અને તુમ્હારી સુલુ ફિલ્મથી જાણીતાં બનેલા નિર્દેશક સુરેશ ત્રિવેણીને દલદલ ફિલ્મના દિગ્દર્શક તરીકે પસંદ કરવામાં આવ્યા છે. પાતાલલોક અને તાજેતરમાં આવેલી ફિલ્મ ઇક્કીસમાં ચમકીને જાણીતા બનેલા એક્ટર જયદીપ અહલાવતે આ ફિલ્મનું પોસ્ટર સોશ્યલ મિડિયા પર શેર કર્યું હતું. 

જયદીપ અહલાવત કાદવમાં ગળાં સુધી ખૂંપેલો હોય તેવા આ પોસ્ટરની નીચે લખવામાં આવ્યું છે, ઇસ દલદલ મેં તુમ સબ ભી ફસોગે. 

અનિલ કપૂરને ચમકાવતી ફિલ્મ સુબેદારનું દિગ્દર્શન પણ સુરેશ ત્રિવેણીએ કર્યું હતું. આ ઉપરાંત ત્રિવેણી ડાર્ક કોમેડી ફિલ્મ મા બહેન પણ કરી રહ્યા છે જેમા માધુરી દિક્ષિત અને તૃપ્તિ ડિમરીની સાથે રવિ કિશન પણ જોવા મળશે. બીજી તરફ જયદીપ અહલાવત હવે શાહરૂખખાનની એક્શન થ્રીલર ફિલ્મ કિંગમાં જોવા મળશે. 

ડિસેમ્બરમાં રજૂ થનારી ફિલ્મ કિંગનું નિર્દેશન સિદ્ધાર્થ આનંદે કર્યું છે.જયદીપ અહલાવત છેલ્લે શ્રીરામ રાઘવનની ફિલ્મ ઇક્કીસમાં ધર્મેન્દ્ર અને અગત્સ્ય નંદા સાથે જોવા મળ્યો હતો.