Entertainment

હર્ષવર્ધન રાણે અને સંજિદા શેખ ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો

By GS Team
8 Aug 20261 min read
TukuTouch Logo
મુંબઈ: અભિનેતા હર્ષવર્ધન રાણે અને સંજિદા શેખ રિલેશનશિપમાં હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. બંનેએ પુણેના એક જ લોકેશનની સમાન તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જોકે, કોઈ પણ તસવીરમાં તેઓ સાથે નથી. અગાઉ પણ તેમની સાથેની તસવીરો જોવા મળી હતી. આ જોડી 'તૈશ' અને 'કુન ફાયા કુન' જેવી 2 થ્રિલર ફિલ્મોમાં સાથે કામ કરી ચૂકી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

હર્ષવર્ધન રાણે અને સંજિદા શેખ ડેટિંગ કરી રહ્યાંની પ્રબળ અટકળો
  • પુણેનાં એક જ લોકેશનની તસવીરો શેર કરી
  • બંને તૈશ અને કુન ફાયા કુન નામની થ્રીલર્સ ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે

મુંબઈ : હર્ષવર્ધન રાણે અને સંજિદા શેખ રિલેશનશિપમાં હોવાની ચર્ચા ચાલુ થઇ છે. બંને જણાંએ પુણેનાં એક લોકેશનની એકસમાન તસવીરો સોશ્યલ મિડિયા પર શેર કરી હતી. રસપ્રદ બાબત એ છે ક આ તસવીરોમાં એક પણ તસવીરમાં બંને જણાં સાથે નથી. પરંતુ આ એ એક જ સ્થળની તસવીરો હોવાનું જણાઇ રહ્યું છે. જેને કારણે બંને જણાં રિલેશનશિપમાં હોવાની અટકળો ચગી છે.
અગાઉ પણ તેમની એકસાથે હોય તેવી તસવીરો જાહેર થઇ ચૂકી છે. પણ હવે ઇન્સ્ટાગ્રામ પર બંને જણાંએ તેમના હેન્ડલ પરથી એક જ સ્થળની સમાન દેખાતી તસવીરો શેર કરતાં તેઓ રિલેશનશિપમાં હોવાની વાતો ચગી રહી છે.
હર્ષવર્ધન રાણે અને સંજિદા શેખ અગાઉ બે ફિલ્મોમાં સાથે કામ કરી ચૂક્યા છે. ૨૦૨૦માં આવેલી 'તૈશ' નામની ફિલ્મમાં બંને જણાંએ સાથે કામ કર્યું હતું.
એ પછી બંનેની જોડી એક ઓર થ્રીલર ફિલ્મ 'કુન ફાયા કુન'માં જોવા મળી હતી.