ગુજરાતમાં મમૂટીના માથે તિલક જોઈ કટ્ટરપંથીઓ ભડક્યા! અભિનેતા હરીશ્રી યુસુફે ટ્રોલર્સને બરાબરના ખખડાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Actor Yousuf Defends Mammootty Tilak: મલયાલમ સિનેમાના મેગાસ્ટાર મમૂટી હાલ પોતાની કોઈ ફિલ્મને લઈને નહીં, પરંતુ કપાળ પર લગાવેલા તિલકના કારણે ચર્ચા અને વિવાદમાં આવ્યા છે. 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સના કાર્યક્રમ સંદર્ભે ગુજરાત પહોંચેલા મમૂટીનું અહીંની સંસ્કૃતિ મુજબ પરંપરાગત રીતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સ્વાગત દરમિયાન તેમના કપાળ પર કુમકુમ તિલક લગાવવામાં આવ્યું હતું. આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ કેટલાક કટ્ટરપંથી યુઝર્સે તેના પર વાંધો ઉઠાવવાનું શરૂ કર્યું હતું. અબ્બાસ નામના એક યુઝરે તો તેને 'ધાર્મિક અપરાધ' ગણાવી દીધો હતો અને કહ્યું કે એક મુસ્લિમ હોવાના નાતે મમૂટીએ તિલક ન લગાવવું જોઈતું હતું.
અભિનેતા અને કોમેડિયન હરિશ્રી યુસુફ આવ્યા બચાવમાં
આ વિવાદ વકરતાં મલયાલમ અભિનેતા અને જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન હરિશ્રી યુસુફે સોશિયલ મીડિયા પર વીડિયો પોસ્ટ કરીને ટ્રોલર્સ અને કટ્ટરવાદી વિચારસરણી ધરાવતા લોકોની આકરી ઝાટકણી કાઢી છે. તેમણે જણાવ્યું કે કલાકારોની વિચારસરણી ક્યારેય સંકુચિત ન હોવી જોઈએ અને કોઈપણ ભારતીય સાંસ્કૃતિક પરંપરા કે આતિથ્ય સત્કારને ધર્મના ચશ્માથી જોવું તદ્દન ખોટું છે.
ટીકાકારોને ગણાવ્યા 'કૂવાના દેડકા'
હરિશ્રી યુસુફે સણસણતો જવાબ આપતાં કહ્યું કે:
મોટા સત્તાવાર કાર્યક્રમો અને પ્રતિષ્ઠિત હોટલોમાં અતિથિ દેવો ભવઃની ભાવના સાથે મહેમાનોનું તિલક લગાવીને સ્વાગત કરવું એ ભારતની સામાન્ય સામાજિક પરંપરા છે. આ પરંપરાગત સ્વાગતને કોઈ ધાર્મિક ગુનો ગણાવવો એ અત્યંત સંકુચિત માનસિકતા દર્શાવે છે. યુસુફે આવા ટીકાકારોને 'કૂવાના દેડકા' ગણાવીને ખરી-ખોટી સંભળાવી હતી.
'ધર્મનું કામ માણસને શ્રેષ્ઠ બનાવવાનું છે, લડાવવાનું નહીં'
યુસુફે તિલક, ક્રોસનું ચિહ્ન અને નમાઝ/પ્રાર્થના જેવા વિવિધ ધાર્મિક પ્રતીકોનો ઉલ્લેખ કરતાં કહ્યું કે આસ્થાનો સાચો અર્થ માણસોને એકબીજા સાથે લડાવવાનો નથી, પરંતુ માનવીને અંદરથી સારો અને સજ્જન બનાવવાનો છે. તેમણે લોકોને અપીલ કરી કે સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક તણાવ ફેલાવતી વાતોથી દૂર રહેવું જોઈએ. મમૂટી માત્ર એક મહાન કલાકાર જ નથી, પરંતુ સમાજસેવામાં પણ મોટો ફાળો આપે છે; તેથી ધર્મના નામે નિશાન બનાવવાને બદલે તેમના કામ અને કલાનું સન્માન થવું જોઈએ.
મમૂટીને મળ્યો કારકિર્દીનો ચોથો નેશનલ એવોર્ડ
ઉલ્લેખનીય છે કે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સમાં મમૂટીને તેમની સુપરહિટ મલયાલમ ફિલ્મ 'ભ્રમયુગમ' માટે બેસ્ટ એક્ટરનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયો છે. તેમણે આ એવોર્ડ અભિનેતા કાર્તિક આર્યન (ફિલ્મ 'ચંદુ ચેમ્પિયન') સાથે સંયુક્ત રીતે શેર કર્યો છે. બેસ્ટ એક્ટર કેટેગરીમાં મમૂટીનો આ કારકિર્દીનો ચોથો નેશનલ ફિલ્મ એવોર્ડ છે.




