Entertainment

ઈમ્તિયાઝ અને એકતા કપૂર સાથે મળીને હીર રાંઝા બનાવશેે

By GS Team
15 Feb 20261 min read
ઈમ્તિયાઝ અને એકતા કપૂર સાથે મળીને હીર રાંઝા બનાવશેે

- લૈલા મજનુ પછી ફરી બંનેનું કોલબરેશન 

- હિરો તરીકે રોહિત સરાફને નક્કી કરાયાની ચર્ચા, હિરોઈન કોઈ નવોદિત હશે

મુંબઈ: ઈમ્તિયાઝ અલી તથા એકતા કપૂરે સાથે મળીને 'હીર રાંઝા' બનાવવાની જાહેરાત કરી છે. 'લૈલા મજનુ' ફિલ્મ પછી આ તેમનું બીજું કોલબરેશન હશે. આ ફિલ્મનું દિગ્દર્શન સાજીદ અલી કરશે. 

'લૈલા મજનુ'માં અવિનાશ તિવારી અને તૃપ્તિ ડિમરીની જોડી હતી. હવે 'હીર રાંઝા'માં રોહિત સરાફને હિરો તરીકે નક્કી કરી લેવાયો હોવાની ચર્ચા  છે. તેની સામે હિરોઈન તરીકે કોઈ નવોદિતને તક અપાશે તેમ કહેવાય છે. 

ઉલ્લેખનીય છે કે 'લૈલા મજનુ' ફિલ્મ પહેલીવાર રીલિઝ થઈ ત્યારે તેને ખાસ સફળતા મળી ન હતી. પરંતુ, બાદમાં અવિનાશ તિવારી તથા તૃપ્તિ ડિમરી બંને પોતપોતાની રીતે લોકપ્રિય બન્યાં હતાં. ત્યારબાદ આ ફિલ્મ રી રીલિઝ કરવામાં આવતાં તેને નોંધપાત્ર સફળતા મળી હતી.