શાહરૂખ ખાન નહીં, હવે રજનીકાંતની ‘જેલર 2’માં હૃતિક રોશનનો કેમિયો જોવા મળશે?
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hrithik Roshan In Jailer 2?: સાઉથ સિનેમાની મોસ્ટ અવેટેડ ફિલ્મોની યાદીમાં સુપરસ્ટાર રજનીકાંતની ‘જેલર 2’ મોખરે છે. સન પિક્ચર્સના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મ આ જ વર્ષે રિલીઝ થવાની ચર્ચા છે, જોકે હજુ સુધી સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. આ દરમિયાન ફિલ્મ જગતમાંથી એક ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે કે, આ ફિલ્મમાં હવે બોલિવૂડના ગ્રીક ગોડ હૃતિક રોશનની એન્ટ્રી થવા જઈ રહી છે. આ પહેલાં તેની જગ્યાએ શાહરુખ ખાન હશે એવી ચર્ચા હતી. શું ખરેખર કિંગ ખાન એટલે કે શાહરૂખ ખાનના સ્થાને હૃતિક રોશનને સાઈન કરવામાં આવ્યો છે? આવો જાણીએ સમગ્ર વિગત.
સુપરસ્ટાર રજનીકાંત માટે ગત વર્ષ એટલે કે 2025 ખૂબ જ શાનદાર રહ્યું હતું. ગયા વર્ષે રિલીઝ થયેલી તેમની ફિલ્મ ‘કુલી’ને ભલે ક્રિટિક્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હોય, પરંતુ બોક્સ ઓફિસ પર તેણે અધધધ કમાણી કરી હતી. હવે રજનીકાંતના ફેન્સ ‘જેલર 2’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અહેવાલો અનુસાર, રજનીકાંત અને બાકીના કલાકારોએ પોતાના ભાગનું શૂટિંગ પણ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં પહેલા શાહરૂખ ખાનનો એક પાવરફુલ કેમિયો રોલ હોવાની ચર્ચા હતી, પરંતુ છેલ્લી ઘડીએ કિંગ ખાને આ રોલ માટે ના પાડી દીધી હતી. હવે નવા અપડેટ મુજબ મેકર્સ આ રોલ માટે હૃતિક રોશનનો સંપર્ક કરી રહ્યા છે.
શાહરૂખ ખાને કેમ પાડી ના?
શાહરૂખ ખાન હાલમાં પોતાનો પૂરો ફોકસ આગામી ફિલ્મ ‘કિંગ’ પર લગાવી રહ્યો છે. આ ફિલ્મ આ વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થવાની છે, જેના કારણે તે અત્યંત વ્યસ્ત શેડ્યૂલ ધરાવે છે. બીજી તરફ, હૃતિક રોશન આ વર્ષે હજુ સુધી કોઈ મોટી ફિલ્મમાં જોવા મળ્યો નથી અને તે આલિયા ભટ્ટની આગામી સ્પાય ફિલ્મ ‘અલ્ફા’માં પણ કેમિયો કરી રહ્યો હોવાના અહેવાલો છે.
શું ‘જેલર 2’ માટે હૃતિક રોશનનું નામ ફાઈનલ છે?
એક મીડિયા રિપોર્ટ અનુસાર, ‘જેલર 2’ ના મોટાભાગના મહત્ત્વના દ્રશ્યો શૂટ થઈ ચૂક્યા છે. પરંતુ ફિલ્મનો એક મુખ્ય સીન હજુ પણ શૂટ કરવાનો બાકી છે, જેના માટે મેકર્સને બોલિવૂડના કોઈ મોટા સુપરસ્ટારની જરૂર છે. ઇન્ડસ્ટ્રીના કેટલાક ટોપ એક્ટર્સે પહેલા આ રોલ નકારી દીધો હતો. ત્યારબાદ શાહરૂખ ખાને હા પાડી હોવાની ચર્ચા હતી, પરંતુ બાદમાં તેણે પણ પીછેહઠ કરી લીધી.
હવે ડિરેક્ટર નેલ્સન દિલીપકુમાર અને તેમની ટીમ હૃતિક રોશન સાથે આ રોલ માટે વાતચીત કરી રહ્યા છે. જોકે, હૃતિક રોશન તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર મંજૂરી આપવામાં આવી નથી. મેકર્સ હાલમાં હૃતિકના ગ્રીન સિગ્નલની રાહ જોઈ રહ્યા છે.
આ પહેલા કયા સ્ટાર્સનો સંપર્ક કરાયો હતો?
મેકર્સ હૃતિક રોશન પહેલા સાઉથના સુપરસ્ટાર નંદામુરી બાલકૃષ્ણ સાથે પણ વાતચીત કરી ચૂક્યા હતા, પરંતુ કોઈ કારણોસર વાત બની શકી નહોતી. જોકે, તમિલ સિનેમાના લોકપ્રિય અભિનેતા વિજય સેતુપતિએ આ ફિલ્મમાં પોતાના હિસ્સાનું શૂટિંગ ક્યારનુંય પૂરું કરી લીધું છે.
આ પણ વાંચો: વરૂણ ધવનની ફિલ્મમાં ‘ચુનરી’ ગીતનો ઉપયોગ કરાતા હોબાળો, મેકર્સ પર ₹400 કરોડનો કેસ
હાલમાં ફિલ્મ ‘જેલર 2’ ના પોસ્ટ પ્રોડક્શનનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. હૃતિક રોશન સાથેનો આ કેમિયો રોલ કન્ફર્મ થતાની સાથે જ બાકીનું શૂટિંગ પૂરું કરીને મેકર્સ ટૂંક સમયમાં જ ફિલ્મની ઓફિશિયલ રિલીઝ ડેટની જાહેરાત કરશે. રજનીકાંત અને હૃતિક રોશનને એક જ સ્ક્રીન પર જોવા એ સોનામાં સુગંધ ભળવા સમાન સાબિત થશે.









