- જોન અબ્રાહમ પણ ટૂંક સમયમાં સામેલ થશે
- 10 વર્ષ પછી ફિલ્મનો ત્રીજો ભાગ આવશે ભાવ ધુલિયાને દિગ્દર્શન સોંપાયું
મુંબઇ : જોન અબ્રાહમની 'ફોર્સ થ્રી'નું શૂટિંગ હાલ શરુ થયું છે. અત્યારે હર્ષવર્ધન રાણે તથા તાન્યા માનિકતલાએ ગુજરાતનાં લોકેશન્સ પર શૂટિંગ શરુ કરી દીધું છે. જોન પોતે ટૂંક સમયમાં આ શૂટિંગમાં સામેલ થશે.
ફિલ્મનું શૂટિંગ ગયાં વર્ષથી જ શરુ થઈ જવાનું હતું પરંતુ તે કોઈને કોઈ કારણોસર ઠેલાતું રહ્યું હતું.
આ ફિલ્મનું દિગ્દર્શન ભાવ ધુલિયા કરી રહ્યો છે. ભાવ ધુલિયાએ આ પહેલા વેબ સીરીઝ 'ખાકી ઃ ધ બિહાર ચેપ્ટર'નું દિગ્દર્શન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, જોન અબ્રાહમની 'ફોસ'ર્ ફિલ્મ ૨૦૧૧ અને 'ફોર્સ ટ'ુ ૨૦૧૬માં રિલીઝ થઇ હતી. હવે ૧૦ વર્ષ પછી ફિલ્મનો ત્રીજો ભાગ આવી રહ્યો છે.


