Get The App

હર્ષવર્ધન અને મિલાપ ઝવેરી વધુ એક ફિલ્મ માટે કોલબરેશન કરશે

Updated: Feb 4th, 2026

GS TEAM

Google News
Google News
હર્ષવર્ધન અને મિલાપ ઝવેરી વધુ એક ફિલ્મ માટે કોલબરેશન કરશે 1 - image

- ફિલ્મમાં અનિલ કપૂરનો પણ રોલ હશે

- એક દિવાને કી દિવાનિયતની સફળતા પછી બીજીવાર સાથે કામ કરશે

મુંબઇ : હર્ષવર્ધન રાણે દિગ્દર્શક મિલાપ ઝવેરી સાથે બીજી ફિલ્મમાં કામ કરવાની તૈયારી કરી રહ્યો  છે. આ જોડીએ આ પહેલા 'એક દીવાને કી દિવાનિયત'માં કામ કર્યું હતું  જે ફક્ત પચ્ચીસ કરોડના બજેટમાં જ બનાવવામાં આવી હતી. અને આ ફિલ્મે  બોક્સઓફિસ પર વલ્ડવાઇડ ૧૧૦ કરોડ  રૂપિયાનું કલેકશન કર્યું હતું. હવે ફરી વખત તેઓ એક નવા પ્રોજેક્ટ પર કામકરવાની તૈયારી કરી રહ્યા છે. આ ફિલ્મને ટી-સીરીઝના બેનર હેઠળ નિર્માણ કરવામાં આવશે.જોકે આ ફિલ્મની હજી સત્તાવાર ઘોષણા કરવામાં આવી નથી. ચર્ચા અનુસાર  મિલાપ ઝવેરી આ ફિલ્મમાં ફરી અનિલ કપૂરને સામેલ કરે તેવી શક્યતા છે. સ્કિર્ટ અને કાસ્ટિંગ પુરી થયા પછી ક્રિએટિવ ટીમ અને ટાઇમલાઇનને લઇને નિર્ણય લેવામાં આવશે. 

 આ પ્રોજેક્ટ હજી  પ્રી-પ્રોડકશનના એડવાન્સ સ્ટેજમાં છે. ફિલ્મસર્જક જલદી જઆ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો છે.