Entertainment

સેટ પર બળજબરીપૂર્વક કિસ કરી અને પછી જોરદાર થપ્પડ મારી જમીન પર પાડી દીધી; કરણ કુન્દ્રા પર કો-સ્ટાર સાનવી તલવારના ગંભીર આક્ષેપો

By GS Team
23 Jul 20263 mins read
TukuTouch Logo
ટેલિવિઝન અભિનેત્રી સાનવી તલવારે ભૂતકાળના એક ચોંકાવનારા બનાવનો ખુલાસો કર્યો છે. 'યે કહાં આ ગયે હમ'ના શૂટિંગ દરમિયાન કો-સ્ટાર કરણ કુન્દ્રા પર તેણે બળજબરીપૂર્વક કિસ કરવાનો અને બાદમાં સેટ પર થપ્પડ મારી ગાળો આપવાનો આરોપ લગાવ્યો છે. આઘાતજનક ઘટના બાદ સાનવી ડિપ્રેશનમાં સરી પડી હતી, ત્યારે એકતા કપૂરે મધ્યસ્થી કરી માફી માંગી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

સેટ પર બળજબરીપૂર્વક કિસ કરી અને પછી જોરદાર થપ્પડ મારી જમીન પર પાડી દીધી; કરણ કુન્દ્રા પર કો-સ્ટાર સાનવી તલવારના ગંભીર આક્ષેપો

Assaulted on TV Set: ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીમાંથી એક અત્યંત ચોંકાવનારો અને સનસનાટીપૂર્ણ ખુલાસો સામે આવ્યો છે. સીરીયલ 'યે કહાં આ ગયે હમ'ની અભિનેત્રી સાનવી તલવારે એક ઇન્ટરવ્યુમાં તેના ભૂતકાળના સૌથી મોટા વિવાદ અંગે વાત કરતા કો-સ્ટાર કરણ કુન્દ્રા પર ગંભીર અને સનસનાટીપૂર્ણ આક્ષેપો લગાવ્યા છે. સાનવીએ દાવો કર્યો છે કે શૂટિંગ દરમિયાન કરણ કુન્દ્રાએ તેને બળજબરીપૂર્વક કિસ કરી હતી અને ત્યારબાદ સેટ પર બધાની સામે જોરદાર થપ્પડ મારીને ગાળો આપી હતી.

આ આઘાતજનક ઘટના બાદ સાનવી એટલી હદે ડિપ્રેશનમાં આવી ગઈ હતી કે તેને સેટ પર કોઈનો સાથ મળ્યો નહોતો અને આખરે એકતા કપૂરે મધ્યસ્થી કરીને મામલો થાળે પાડ્યો હતો.

ડિરેક્ટરના ક્યૂ પહેલાં જ કરી લીધી કિસ

સાલો જૂની આ ઘટના વિશે વિગતવાર વાત કરતા સાનવી તલવારે જણાવ્યું કે, તે સેટ પર કરણ સાથે બહુ વાતચીત કરતી નહોતી, જે કરણને પસંદ પડતું નહોતું. કરણ તેની તરફ આકર્ષિત હતો પરંતુ સાનવીને તેનામાં રસ નહોતો, જેથી કરણ અને શોના ડિરેક્ટરે સેટ પર તેને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું એવો તેણે આરોપ લગાવ્યો છે.

મુખ્ય વિવાદ એક કિસિંગ સીનની શૂટિંગ દરમિયાન થયો હતો. સાનવીના જણાવ્યા અનુસાર,

"સીન પ્રમાણે અમારે કિસિંગ સીન કરવાનો હતો, જેમાં ડિરેક્ટર 'એક્શન' કે 'ક્યૂ' આપે તે પહેલાં જ કરણ કુન્દ્રાએ મને જબરદસ્તી કિસ કરી દીધી. કરણની આ હરકત તદ્દન ખોટી હતી."

સીનના ભાગરૂપે સાનવીએ કરણને થપ્પડ મારવાની હતી, પરંતુ કરણની આ હરકતથી ગુસ્સે ભરાયેલી સાનવીએ તેને જોરથી લાફો ઝીંકી દીધો અને સીન પૂરો કર્યો.

"10-15 મિનિટ પછી પાછો આવ્યો અને મને જમીન પર પાડી દીધી"

સાનવીએ આગળ જણાવ્યું કે, થપ્પડ વાગ્યા બાદ કરણ ગુસ્સામાં ત્યાંથી જતો રહ્યો હતો. જોકે 10થી 15 મિનિટ પછી તે સેટ પર પાછો ફર્યો અને બધાની હાજરીમાં સાનવીને એટલી જોરથી થપ્પડ મારી કે તે ચક્કર ખાઈને જમીન પર પડી ગઈ. સાનવીએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું,

"એક છોકરીની સરખામણીએ છોકરાનો હાથ ખૂબ ભારે હોય છે. મને એટલી જોરથી મારવામાં આવી કે હું નીચે પડી ગઈ, અને સૌથી વધુ આઘાતજનક બાબત એ હતી કે ક્રૂ કે ડાયરેક્શન ટીમમાંથી એક પણ વ્યક્તિ મારી વહારે આવી નહોતી."

આ ઘટના બાદ કરણે સાનવી અને તેના પરિવારને ખૂબ જ બિભત્સ ગાળો પણ આપી હતી. સાનવીએ આ મામલે કરણની તત્કાલીન ગર્લફ્રેન્ડ અનુષા દાંડેકરનો પણ સંપર્ક કર્યો હતો, જે બાદ અનુષા પોતે સેટ પર આવીને નજર રાખવા લાગી હતી.

એકતા કપૂરે માંગી માફી, ત્યારે માંડ શૂટિંગ શરૂ થયું

આ ઘટના બાદ સાનવી તલવાર સંપૂર્ણપણે ભાંગી પડી હતી અને તેણે શૂટિંગ પર જવાનું બંધ કરી દીધું હતું. મામલો વધારે વણસતા શોની પ્રોડ્યુસર એકતા કપૂરે પોતે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો. એકતા કપૂરે કરણ કુન્દ્રા વતી સાનવીની માફી માંગી હતી અને તેને વિનંતી કરી હતી કે તે અધવચ્ચેથી શો ન છોડે. એકતા કપૂરના આગ્રહ અને પ્રોફેશનલિઝમને માન આપીને સાનવીએ પાછળથી શૂટિંગ પૂરું કર્યું હતું. સહેલી લીધેલી આ પીડા અંગે વાત કરતા સાનવીએ જણાવ્યું કે કોઈ પણ મહિલા સાથે સેટ પર આવું અત્યાચારી વર્તન ન થવું જોઈએ.