- નીરજ પાંડે પંચમ દાની બાયોપિક બનાવશે
- આ વર્ષના અંતે ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જશે
મુંબઈ : ભાગ મિલ્ખા ભાગ જેવી ફિલ્મમાં અસામાન્ય ભૂમિકા ભજવનાર ફરહાન અખ્તરને ફરી એકવાર નીરજ પાંડેના દિગ્દર્શનમાં બની રહેલી પંચમ દાની બાયોપિકમાં આવી જબરદસ્ત ભૂમિકા ભજવવાની તક મળશે.
છેલ્લા ઘણાં સમયથી નીરજ પાંડે આરડી બર્મનની બાયોપિક બનાવી રહ્યા છે. હાલ તેના લેખનનું કામ પૂરજોશમાં ચાલુ છે. મુખ્ય ભૂમિકા માટે ફરહાન અખ્તર સાથે વાતચીત ચાલી રહી છે. જો ફરહાનને તક મળશે તો તે સઘન તેયારી કરી ફરી એકવાર વાહ વાહ મેળવશે.
ફિલમેકર્સે આરડી બર્મનના સંખ્યાબંધ ગીતોના રાઇટ્સ પણ મેળવી લીધાં છે. ૨૦૨૬ના અંત સુધીમાં ફિલ્મનું પ્રોડક્શન શરૂ થઇ જશે.
નીરજ પાંડે આ ફિલ્મનું નિર્દેશન કરશે જ્યારે સહ નિર્માતા કમલ જૈન છે. જેમણે એમએસ ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીનું નિર્માણ કર્યું હતું.
૧૦૬૦થી ૧૯૯૦ એમ ત્રણ દાયકામાં પથરાયેલી સંગીતકાર તરીકેની કારકિર્દીમાં રાહુલ દેવ બર્મને ૩૩૧ ફિલ્મમાં સંગીત આપ્યું હતું. તેમનું ચાર જાન્યુઆરી ૧૯૯૪ના રોજ હ્ય્દયરોગના હુમલામાં અવસાન થયું હતું.


