Entertainment

અમિતાભ-જયા અને ગુલઝારને પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમાં જોઇ ચાહકો ખુશ

By GS Team
4 Oct 20261 min read
TukuTouch Logo
મુંબઈમાં પુસ્તક વિમોચન કાર્યક્રમમાં અમિતાભ અને જયા બચ્ચન ઉપસ્થિત રહ્યા હતા. 83 વર્ષના અમિતાભે જયાને સ્ટેજ પર ચઢવા હાથ પકડી ટેકો આપ્યો, જેનો વીડિયો વાયરલ થયો. આ પ્રસંગે જયા બચ્ચનને ખડખડાટ હસતા જોઈને ચાહકો આશ્ચર્યચકિત થયા હતા. એક પ્રશંસકે તો કહ્યું કે, "યે હંસતી ભી હૈ."

Summarized by AI; it may make mistakes. Check important info

અમિતાભ-જયા અને ગુલઝારને પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમાં જોઇ ચાહકો  ખુશ
  • જયા બચ્ચનને ખડખડાટ હસતી જોઇ ફેન્સ અવાચક
  • ૮૩ વર્ષના અમિતાભ બચ્ચને જયાને મંચની સીડીઓ ચડવા હાથ લંબાવી ટેકો આપતો વિડિયો વાઇરલ બન્યા

મુંબઇ : બીજી ઓક્ટોબરે મુંબઇમાં યોજાયેલાં એક પુસ્તક લોકાર્પણના કાર્યક્રમમાં અમિતાભ બચ્ચન, જયા બચ્ચેન અને ગુલઝારે હાજરી આપી હતી.
આ પ્રસંગે ખુશમિજાજ જયાએ ખડખડાટ હાસ્ય વેરતાં ચાહકો દંગ થઇ ગયા હતા. એક ચાહકે તો લખ્યું પણ ખરું કે યે હંસતી ભી હૈ. અમિતાભ અને જયાના લગ્નને ૫૦ વર્ષથી વધારે સમય વીતી ગયો છે પણ બંને હજી એકમેકના પ્રેમમાં ગળાડૂબ છે. જયા મંચ પર આવવા માટે સીડીઓ ચડી રહી હતી ત્યારે અમિતાભ બચ્ચને હાથ લંબાવી તેને ટેકો આપ્યો હતો અને તેને દોરીને સ્ટેજ સુધી લઇ ગયા હતા. આ વિડિયો વાઇરલ બન્યો હતો.
અમિતાભ બચ્ચને તાજેતરમાં તેમને ઘૂંટણમાં ઇજા થઇ હોવાનું કેબીસીના શોમાં જણાવ્યું હતું. પરંતુ આ પ્રસંગે અમિતાભ જાતે કોઇની સહાય વિના કારમાં બેસતાં અને ઉતરતાં જોવા મળ્યા હતા. જો કે, ચાહકોમાં સૌથી વધારે ચર્ચા જયાના હાસ્યથી થઇ હતી. એક ચાહકે જણાવ્યું હતું કે તેમને મેં આ પહેલીવાર હસતાં જોયા છે.