Entertainment

‘તમે મારી ભૂલો પણ માફ કરી’, બોક્સ ઓફિસ પર ‘આવારાપન 2’ની સફળતા જોઈ ભાવુક થયો ઈમરાન હાશ્મી

By GS Team
16 Aug 20263 mins read
TukuTouch Logo
ઇમરાન હાશ્મીની ફિલ્મ 'આવારાપન 2' એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે. રિલીઝના 2 દિવસમાં ₹72.90 કરોડની વર્લ્ડવાઇડ કમાણી કરતા ઇમરાન ભાવુક થયો હતો. તેણે ઇન્સ્ટાગ્રામ પર ચાહકો માટે લાગણીસભર નોંધ લખી, 'તમે મારી ભૂલો પણ માફ કરી...' ઇમરાન 19 વર્ષ પછી શિવમ પંડિતના રોલમાં પરત ફર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

‘તમે મારી ભૂલો પણ માફ કરી’, બોક્સ ઓફિસ પર ‘આવારાપન 2’ની સફળતા જોઈ ભાવુક થયો ઈમરાન હાશ્મી

Emraan Hashmi Emotional Instagram Note Awarapan 2 Success: ઇમરાન હાશ્મીની તાજેતરની રિલીઝ 'આવારાપન 2' ફિલ્મે બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. રિલીઝના માત્ર બે દિવસમાં આ ફિલ્મે ઇમરાનની અગાઉની હિટ ફિલ્મ 'જન્નત' અને 'રાઝ 2' ને પાછળ છોડી દીધી છે અને જંગી કમાણી કરી રહી છે. બોક્સ ઓફિસ પર ફિલ્મની જબરદસ્ત સફળતાથી ઇમરાન ભાવુક થઈને સોશિયલ મીડિયામાં તેના ચાહકો માટે એક ભાવનાત્મક નોટ લખતાં જણાવ્યું હતું કે, ‘તમે મારી ભૂલો પણ માફ કરી….’

'આવારાપન 2' ફિલ્મ એ વર્ષ 2007માં આવેલી 'આવારાપન' ફિલ્મની સિક્વલ છે. 'આવારાપન' હિટ રહી હતી અને હવે 'આવારાપન 2' એ ભારે ચર્ચા જગાવી છે. ઇમરાન 19 વર્ષ પછી શિવમ પંડિતના રોલમાં પરત ફર્યો છે. આટલાં વર્ષો પછી મળેલી સફળતાથી ઇમરાન ભાવુક થયો હતો.

image.png

ચાહકો માટે ઇમરાન હાશ્મીનો હૃદયસ્પર્શી મેસેજ

ઇમરાન હાશ્મીએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર લખ્યું કે, 'મારા પ્રિય ચાહકો, મારી પહેલી ફિલ્મ 'ફૂટપાથ' 15 ઓગસ્ટ, 2003ના રોજ રિલીઝ થઈ હતી. જે એક એવી સફરની શરૂઆત હતી જેની મેં ક્યારેય કલ્પના પણ નહોતી કરી. આજે 23 વર્ષ પછી, જ્યારે હું પાછળ ફરીને જોઉં છું, ત્યારે મારું હૃદય કૃતજ્ઞતાથી ભરાઈ જાય છે. મારી કારકિર્દીમાં ઉતાર-ચઢાવ, સફળતા અને નિષ્ફળતા જોવા મળી છે. જેમાં મને પ્રશંસા પણ મળી અને મૌનનો સામનો પણ કરવો પડ્યો, પરંતુ દરેક તબક્કામાં તમે મારી સાથે ઉભા રહ્યા.'

'મારી ભૂલો માફ કરી….'

ફેન્સનો ઉલ્લેખ કરતાં ઇમરાને આગળ લખ્યું કે, 'તમે બધા મારી સાથે આગળ વધ્યાં, મને સપોર્ટ કર્યો અને અનેક વખત મારી ભૂલોને માફ કરી. મને એટલો પ્રેમ આપ્યો છે કે જેને હું ક્યારેય હળવાશથી લઈ શકતો નથી. મને ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 23 વર્ષ થઈ ગયા, છતાં આજે પણ જ્યારે પણ મારી કોઈ ફિલ્મ રિલીઝ થાય છે ત્યારે મને એ જ ઉત્સાહ, એ જ ગભરાટ અને કંઈક નવું કરવાની એ જ ભૂખનો અહેસાસ થાય છે, જેટલી પહેલા થતી હતી. મેં જે કંઈ મેળવ્યું છે તેનો મોટો ભાગ હંમેશા તમારો રહેશે. મારી સાથે આ માર્ગ પર ચાલવા બદલ આપ સૌનો આભાર. અને 'ફૂટપાથ' નો તે છોકરો હજુ પણ મારી અંદર રહે છે. હજુ પણ સપના જોવે છે, હજુ પણ શીખે છે અને હજુ પણ પોતાનો રસ્તો શોધે છે.'

આ પણ વાંચો: બોક્સ ઓફિસ પર ઇમરાન હાશ્મીનો દબદબો: 'આવારાપન 2' એ 2 દિવસમાં સલમાન ખાનની 'એક થા ટાઈગર'ને પછાડી!

'આવારાપન 2' ફિલ્મે કેટલી કમાણી કરી?

'આવારાપન 2' 14 ઓગસ્ટના રોજ સની દેઓલની 'બટવારા 1947' સાથે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, છતાં તે પોતાનું વર્ચસ્વ સ્થાપિત કરવામાં સફળ રહી છે. બે દિવસમાં 'આવારાપન 2'એ ₹66.90 કરોડનું કુલ કલેક્શન અને દેશભરમાં ₹55.75 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ દરમિયાન ફિલ્મની વિશ્વવ્યાપી કમાણી ₹72.90 કરોડ છે. જો આ ગતિ ચાલુ રહેશે તો 'આવારાપન 2' આગામી બે દિવસમાં વૈશ્વિક સ્તરે ₹100 કરોડનો આંકડો પાર કરશે.

'આવારાપન 2' કાસ્ટ અને બજેટ

'આવારાપન 2' ફિલ્મમાં ઇમરાન હાશ્મી ઉપરાંત શબાના આઝમી, દિશા પટણી અને સુવિન્દર વિક્કી ભૂમિકા ભજવી છે. ફિલ્મનું બજેટ ₹25 કરોડથી ₹45 કરોડની વચ્ચે હોવાનું જાણવા મળે છે.