- ગીત ઓલરેડી રેકોર્ડ કરી લીધું હતું
- શાહરૂખની કંપનીએ વળતરની ઓફર કરી પરંતુ દિવ્ય કુમારે સ્વીકારવાની ના પાડી
મુંબઇ : આર્યન ખાનની સીરિઝ 'ધી બેડ્સ ઓફ બોલીવૂડ'માં 'તેનુ કિ પતા' ગીત મૂળ સિંગર દિવ્ય કુમારના અવાજમાં રેકોર્ડ કરાયું હતું. જોકે, બાદમાં આ ગીત દિલજીત દોસાંઝ પાસે ગવડાવી લેવાયું હતું.
સિંગર દિવ્ય કુમારે પોતે એક તક ગુમાવી હોવાનો વસવસો તાજેતરમાં એક ઈન્ટરવ્યૂમાં વ્યક્ત કર્યો છે.
દિવ્ય કુમારના જણાવ્યા અનુસાર તેણે રેકોર્ડિંગ કર્યું હતું તે બદલ શાહરુખની કંપની તરફથી તેને વળતરની ઓફર થઈ હતી. પરંતુ ભૂતકાળમાં કારકિર્દીીમાં જ્યારે પણ નબળો સમય આવ્યો ત્યારે શાહરુખે જ મદદ અને પ્રોત્સાહન પૂરાં પાડયાં હોવાથી પોતે આ વળતર સ્વીકારવા ઈન્કાર કર્યો હતો.
તેણે જણાવ્યું હતું કે જિંદગીમાં જ્યારે પણ નાસીપાસ થયો છું ત્યારે મન્નત ગયો હતો અને ત્યા હંમેશાં સધિયારો મળ્યો છે.


