Get The App

કાર્તિકની નાગઝિલ્લામાં અનન્યા પાંડે હિરોઈન હોવાની ચર્ચા

Updated: Apr 25th, 2026

GS TEAM

Google News
Google News
કાર્તિકની નાગઝિલ્લામાં અનન્યા પાંડે હિરોઈન હોવાની ચર્ચા 1 - image

- કરણ જોહરે  અનન્યાને ફરી ચાન્સ આપ્યો  

- કાર્તિક -અનન્યાની તુ મેરી મૈ તેરા નો બોક્સ ઓફિસ પર ભારે રકાસ થયો હતો

મુંબઇ : કાર્તિક આર્યનની 'નાગઝિલ્લા'માં હિરોઈન કોણ હશે તે હજુ સુધી સત્તાવાર રીતે જાહેર થયું નથી. પરંતુ, એક દાવા અનુસાર કરણ જોહરે પોતાની ફેવરિટ અનન્યાને જ આ ફિલ્મમાં ફરી ચાન્સ આપ્યો છે. જોકે, આ ચર્ચાથી કાર્તિકના ચાહક નેટ યૂઝર્સ પણ નારાજ થઈ ગયા છે. હજુ તાજેતરમાં જ કાર્તિક અને અનન્યાની 'તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી' રીલિઝ થઈ હતી અને તે બોક્સ ઓફિસ પર સદંતર ફલોપ થઈ હતી. ચાહકોએ લખ્યું હતું કે કાર્તિકે અનન્યા સાથે કોઈપણ ફિલ્મ નહિ કરવાની પ્રતિજ્ઞાા લઈ લેવી જોઈએ. 

બીજી તરફ કાર્તિકની વધુ એક ફિલ્મ  કેપ્ટન ઈન્ડિયા આગામી વર્ષે ઓગસ્ટમાં રીલિઝ કરવાનું નક્કી થયું હોવાનું કહેવાય છે.