Entertainment

ધુરંધર બોક્સ ઓફિસ કલેક્શન: વધુ 2 ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો, રૂ.1000 કરોડને નજીક પહોંચ્યો કમાણીનો આંકડો

By GS TEAM
25 Dec 20252 mins read
TukuTouch Logo
આદિત્ય ધરની રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ, સારા અર્જુન સ્ટારર ફિલ્મ 'ધુરંધર' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી તે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના ત્રણ અઠવાડિયા પછી પણ આ ફિલ્મે પોતાની રફ્તાર જાળવી રાખી છે અને માત્ર ભારતમાં જ 600 કરોડનો આંકડો સરળતાથી પાર કરી લીધો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ધુરંધર બોક્સ ઓફિસ કલેક્શન: વધુ 2 ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો, રૂ.1000 કરોડને નજીક પહોંચ્યો કમાણીનો આંકડો

Dhurandhar Collection Day 20: આદિત્ય ધરની રણવીર સિંહ, અક્ષય ખન્ના, સંજય દત્ત, આર. માધવન અને અર્જુન રામપાલ, સારા અર્જુન સ્ટારર ફિલ્મ 'ધુરંધર' 5 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને ત્યારથી તે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના ત્રણ અઠવાડિયા પછી પણ આ ફિલ્મે પોતાની રફ્તાર જાળવી રાખી છે અને માત્ર ભારતમાં જ 600 કરોડનો આંકડો સરળતાથી પાર કરી લીધો છે.

Sacnilkના જણાવ્યા પ્રમાણે 'ધુરંધર'એ બુધવારે ભારતમાં અંદાજે 17.75 કરોડનું કલેક્શન કર્યું હતું, જેનાથી 20 દિવસમાં તેનું ઘરેલું કલેક્શન 607 કરોડ થઈ ગયું. ફિલ્મે તેના પહેલા અઠવાડિયામાં 207.25 કરોડ અને બીજા અઠવાડિયામાં 253.25 કરોડની કમાણી કરી હતી. તાજેતરમાં જ શુક્રવાર, શનિવાર અને રવિવારે તેણે 22.5 કરોડ, 34.25 કરોડ અને 38.5 કરોડનું કલેક્શન કર્યું હતું. 

'ધુરંધર'એ વધુ 2 ફિલ્મોનો રેકોર્ડ તોડ્યો

ફિલ્મના કલેક્શનમાં સોમવારે ઘટાડો નોંધાયો હતો અને તેણે 16.5 કરોડની કમાણી કરી હતી, જ્યારે મંગળવારે 17.25 કરોડની કમાણી કરી હતી. આ ઘરેલું કલેક્શન સાથે 'ધુરંધર' ડોમેસ્ટિક બોક્સ ઓફિસ પર 600 કરોડનો આંકડો પાર કરનારી ત્રીજી હિન્દી ફિલ્મ બની ગઈ છે. બુધવારે તેણે સ્ત્રી 2 (598 કરોડ) અને છાવા (601 કરોડ)ના લાઈફટાઇમ ડોમેસ્ટિક કલેક્શનને પાર કરી લીધું છે. હવે તે શાહરૂખ ખાનની જવાન ફિલ્મથી પાછળ છે, જેણે ભારતમાં 640 કરોડની કમાણી કરી હતી.

1000 કરોડને નજીક પહોંચ્યો કમાણીનો આંકડો

વૈશ્વિક સ્તરે 'ધુરંધર' રણબીર કપૂરની એનિમલ અને સલમાન ખાનની બજરંગી ભાઈજાન જેવી ફિલ્મોને કાંટાની ટક્કર આપીને ટોપ પર આવી છે. આ ફિલ્મે વર્લ્ડ વાઈડ 900 કરોડનો આંકડો પાર કરી લીધો છે અને 1,000 કરોડના કલેક્શન તરફ ઝડપથી આગળ વધી રહી છે.

આ પણ વાંચો: Dhurandhar 2ને બ્લોકબસ્ટર બનાવવા મેકર્સનો મોટો પ્લાન! લોકોએ કહ્યું- 2000 કરોડ પાક્કા!

બીજી તરફ 'ધુરંધર'ની બોક્સ ઓફિસ પર જબરદસ્ત સફળતા બાદ મેકર્સે તેના બીજા પાર્ટને બ્લોકબસ્ટર બનાવવા માટે મોટો પ્લાન બનાવ્યો છે. ધુરંધર 2 જેની 19 માર્ચ, 2026ના રોજ ગ્રાન્ડ રિલીઝ થવાની છે, તે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં એકસાથે રિલીઝ થશે. 'ધુરંધર 2' હાલમાં પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં છે.