Get The App

Dhurandhar 2ને બ્લોકબસ્ટર બનાવવા મેકર્સનો મોટો પ્લાન! લોકોએ કહ્યું- 2000 કરોડ પાક્કા!

Updated: Dec 25th, 2025

GS TEAM

Google News
Google News
Dhurandhar 2ને બ્લોકબસ્ટર બનાવવા મેકર્સનો મોટો પ્લાન! લોકોએ કહ્યું- 2000 કરોડ પાક્કા! 1 - image

Dhurandhar 2 Release: રણવીર સિંહ સ્ટારર ફિલ્મ 'ધુરંધર'ની બોક્સ ઓફિસ જબરદસ્ત સફળતા બાદ મેકર્સે તેના બીજા પાર્ટને બ્લોકબસ્ટર બનાવવા માટે મોટો પ્લાન બનાવ્યો છે. ફિલ્મના મેકર્સે 'ધુરંધર 2' ની રિલીઝ અંગે એવી જાહેરાત કરી છે, જેનાથી લોકોની એક્સાઈટમેન્ટ વધી ગઈ છે. વાસ્તવમાં જ્યાં સ્પાય એક્શન થ્રિલર 'ધુરંધર'નો પ્રથમ પાર્ટ માત્ર હિન્દીમાં રિલીઝ થયો હતો, તો હવે તેનો બીજો પાર્ટ દેશની 5 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે. આ રણવીર સિંહની પહેલી પેન ઈન્ડિયા ફિલ્મ હશે.

Dhurandhar 2 હજું પોસ્ટ પ્રોડક્શન સ્ટેજમાં

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે X પર આ માહિતી આપતાં લખ્યું કે, 'બ્રેકિંગ ન્યૂઝ: ''ધુરંધર 2'' હિન્દીની સાથે સાઉથ ઈન્ડિયાની તમામ ભાષાઓમાં રિલીઝ થશે. તુફાન વાપસી માટે તૈયાર છે... આ વખતે ચારે બાજુથી. 'ધુરંધર 2' જેની 19 માર્ચ, 2026ના રોજ ગ્રાન્ડ રિલીઝ થવાની છે, તે હિન્દી, તેલુગુ, તમિલ, કન્નડ અને મલયાલમમાં એકસાથે રિલીઝ થશે. 'ધુરંધર 2' હાલમાં પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં છે.'

યુઝર્સની પ્રતિક્રિયા

હવે આદર્શની આ પોસ્ટ જોયા બાદ X યુઝર્સ ખૂબ જ એક્સાઈટેડ છે. એક યુઝરે પ્રતિક્રિયા આપતા કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, 'ધુરંધર 2 ઈદી આપવા આવી રહી છે.' બીજા યુઝરે લખ્યું કે, '2000 કરોડ પાક્કા.' અન્ય એક યુઝરે લખ્યું, 'ઘણી ભાષાઓમાં તુફાન આવવાનું છે.' બીજા એક યુઝરે કોમેન્ટ કરી કે, 'ધુરંધર 2 કમાણીના રેકોર્ડ તોડનારી છે. તેનો ક્રેઝ અને તેના વિશે વિચારવાથી જ રૂંવાટા ઊભા થઈ જાય છે.' બીજા યુઝરે લખ્યું છે, 'ટોક્સિકના મેકર્સમાં ડરનો માહોલ છે. તૈયાર થઈ જાઓ...'ધુરંધર 2' એક અજેય તુફાનની જેમ આવી રહી છે.'

ઈદ પર ટોક્સિક સાથે ટકરાશે 'ધુરંધર 2'

19 માર્ચ, 2026ના રોજ 'ધુરંધર 2' એકલી જ રિલીઝ નથી થઈ રહી. આ જ દિવસે કન્નડ ફિલ્મ 'ટોક્સિક: અ ફેરી ટેલ ઓફ ગ્રોન-અપ્સ' પણ રિલીઝ થઈ રહી છે. આ પેન ઈન્ડિયા ફિલ્મમાં યશ અને કિયારા અડવાણી લીડ રોલમાં છે. આ ફિલ્મનું ડાયરેક્શન ગીતૂ મોહનદાસે કર્યું છે. અદિવી શેષ અને મૃણાલ ઠાકુર સ્ટારર તેલુગુ એક્શન ડ્રામા 'ડકૈત' પણ 19 માર્ચ, 2026ના રોજ રિલીઝ થશે, જેનું ડાયરેક્શન શનીલ દેવે કર્યું છે. તેને તેલુગુની સાથે હિન્દીમાં પણ રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો: 'ધુરંધર'એ બનાવ્યો નવો રેકોર્ડ, વિકી કૌશલની 'છાવા'ને પાછળ છોડી, કલેક્શન રૂ. 600 કરોડને પાર

ધુરંધરનું કલેક્શન

આદિત્ય ધરના ડાયરેક્શનમાં બનેલી ધુરંધરએ ભારતમાં 20 દિવસમાં 640.20 કરોડની કમાણી કરી છે. વર્લ્ડ વાઈડ આ ફિલ્મનું ગ્રોસ કલેક્શન 960.05 કરોડ થઈ ગયું છે. આ ફિલ્મમાં રણવીર સિંહ, અક્ષય ખન્ના, અર્જુન રામપાલ, સંજય દત્ત, રાકેશ બેદી અને સારા અર્જુને મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.