Get The App

‘ધુરંધર 2’નો વધુ એક રેકોર્ડ, એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
‘ધુરંધર 2’નો વધુ એક રેકોર્ડ, એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ 1 - image

Dhurandhar Collection of Ranveer Film: રણવીર સિંહની ‘ધુરંધર 2’ બોક્સ-ઓફિસ પર ખરેખર ધુરંધર બની ગઈ છે. આ ફિલ્મે ઇતિહાસમાં પોતાનું એક અલગ નામ બનાવી દીધું છે. આ ફિલ્મે ભારતના ઇતિહાસમાં એક નવો રેકોર્ડ બનાવ્યો છે જે આજ સુધી કોઈ પણ ફિલ્મ પાસે નથી. તેમાં રિજનલ ફિલ્મોનો પણ સમાવેશ થાય છે. બોક્સ ઓફિસ પર ફક્ત 3 અઠવાડિયાની અંદર આ ફિલ્મે ફક્ત એક જ ભાષા એટલે કે હિન્દીમાં જ 1000 કરોડ રૂપિયાનું નેટ કલેક્શન કર્યું છે. આજ સુધી કોઈ પણ ફિલ્મે એક જ ભાષામાં આટલું બધું બિઝનેસ નથી કર્યું. ત્રીજા અઠવાડિયામાં પણ ‘ધુરંધર 2’ દ્વારા ખૂબ જ સારો દેખાવ કરવામાં આવ્યો છે. આ ફિલ્મ હવે ‘પુષ્પા 2’નો રેકોર્ડ તોડવા માટે પણ જઈ રહી છે.

‘ધુરંધર 2’નો ત્રીજા અઠવાડિયાનો ગજબનો બિઝનેસ

રણવીરની ‘ધુરંધર 2’ માટે ત્રીજું અઠવાડિયું ખૂબ જ સારું રહ્યું છે. આ ફિલ્મે વીકએન્ડમાં જ 75 કરોડ રૂપિયાથી વધુનું કલેક્શન કરી લીધું છે. આ ફિલ્મ ચાલુ દિવસોમાં સ્લો પડતાં કલેક્શનમાં રોડબ્રેકર આવી ગયું હતું. સોમવારે દસ કરોડ રૂપિયા અને ત્રીજું અઠવાડિયું પૂરું થાય ત્યાં આ ફિલ્મે ફક્ત 7 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર ‘ધુરંધર 2’ દ્વારા ગુરુવારે 7.15 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.

ત્રીજા અઠવાડિયામાં ‘ધુરંધર 2’ દ્વારા 110 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ત્રીજા અઠવાડિયામાં ‘પુષ્પા 2’ દ્વારા 107 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો અને ‘ધુરંધર 2’ હવે એ આંકડો ક્રોસ કરીને 110 કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. ‘ધુરંધર 2’એ ભલે ‘પુષ્પા 2’નો રેકોર્ડ તોડ્યો હોય, પરંતુ પોતાની પહેલી ફિલ્મ ‘ધુરંધર’નો જ રેકોર્ડ નથી તોડી શકી. આ ફિલ્મે ત્રીજા અઠવાડિયામાં 189 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો જે ‘ધુરંધર 2’ નથી કરી શકી.

હિન્દીમાં 1000 કરોડનો આંકડો ક્રોસ

બોક્સ-ઓફિસના આંકડાને ટ્રેક કરવામાં આવતા રિપોર્ટ અને મેકર્સ દ્વારા આપવામાં આવતા આંકડા વચ્ચે થોડો તફાવત તો રહે છે. રવિવારે ‘ધુરંધર 2’એ ઓફિશિયલ આંકડા અનુસાર 974 કરોડ રૂપિયાનો બિઝનેસ હિન્દીમાં કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર ‘ધુરંધર 2’એ સોમવારથી ગુરુવાર સુધીમાં 33 કરોડ રૂપિયાથી વધુનું નેટ કલેક્શન કરી લીધું છે.

ઓફિશિયલ આંકડામાં આ ચાર દિવસનું કલેક્શન 33 કરોડથી તો વધુ જ હશે. આથી ‘ધુરંધર 2’ દ્વારા અત્યાર સુધી કોઈ ફિલ્મ જે નથી કરી શકી એ તેણે કરીને દેખાડ્યું છે. આ ફિલ્મ 1000 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કરી ચૂકી છે. આ આંકડો ક્રોસ કરનારી તે હિન્દીમાં એકમાત્ર ફિલ્મ છે. હિન્દીમાં જ નહીં, પરંતુ ભારતની કોઈ પણ ભાષામાં ક્યારેય પણ કોઈ ફિલ્મ દ્વારા આટલો બિઝનેસ કરવામાં નથી આવ્યો. 2017માં આવેલી સાઉથ ઇન્ડિયાની પેન ઇન્ડિયા ફિલ્મ ‘બાહુબલી 2’એ પહેલી વાર હિન્દીમાં 500 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો હતો.

આ પણ વાંચો: કોર્પોરેટ જગતમાં ગાજતો નવો 'ફેક વર્ક' ટ્રેન્ડ: એક કર્મચારીની 'સ્માર્ટ ટ્રીક' ઈન્ટરનેટ પર ચર્ચાનો વિષય

હિન્દીમાં 500 કરોડ કમાવનારી પહેલી ફિલ્મ ‘પઠાન’

સાઉથની ‘બાહુબલી 2’ બાદ બોલીવુડમાં પહેલી વાર આટલી જંગી કમાણી કરનારી ફિલ્મ શાહરુખ ખાનની ‘પઠાન’ રહી હતી. શાહરુખની ફિલ્મે 500 કરોડ રૂપિયાનો આંકડો ક્રોસ કર્યો હતો. ‘ધુરંધર 2’ દ્વારા 9 વર્ષમાં હિન્દીમાં અને 3 વર્ષની અંદર બોલીવુડની ફિલ્મોના આંકડાને ડબલ કરવાની ક્ષમતા દેખાડી છે. થોડા સમય પહેલાં સાઉથની તમામ ફિલ્મો હિટ રહેતી હતી અને બોલીવુડની ફિલ્મો ન ચાલતાં હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું પતન થઈ ગયું હોવાની ચર્ચા ખૂબ જ ચાલી હતી. જોકે ‘ધુરંધર 2’, ‘છાવા’, ‘ગદર 2’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર પર્ફોર્મન્સ આપીને બોલીવુડ દ્વારા પણ અદ્ભુત કમબેક કરવામાં આવ્યું હતું.