Entertainment

20માં દિવસે 'ધુરંધર 2'નું કમાણીમાં એકહથ્થુ શાસન, પણ ત્રણ ફિલ્મોને માત આપવી મુશ્કેલ

By GS Team
8 Apr 20262 mins read
TukuTouch Logo
આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી 'ધુરંધર 2' 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારથી બોક્સ ઓફિસ પર રણવીર સિંહની આ ફિલ્મ એકહથ્થુ શાસન કરી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને 20 દિવસ થઈ ગયા છે અને હજુ પણ બોક્સ ઓફિસ પર તેની કમાણી ચાલુ છે. આ એક્શન-થ્રિલર બોક્સ ઓફિસ પર અત્યારે પણ ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે અને કમાણીના મામલે આ ફિલ્મ હવે ચોથા નંબરે પહોંચી ગઈ છે. રણવીર સિંહ સ્ટારર 'ધુરંધર 2' વિશ્વભરમાં 1,642 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે અને હવે નંબર 1 પોઝિશનથી થોડી જ દૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

20માં દિવસે 'ધુરંધર 2'નું કમાણીમાં એકહથ્થુ શાસન, પણ ત્રણ ફિલ્મોને માત આપવી મુશ્કેલ

Dhurandhar 2 Box Office Collection: આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી 'ધુરંધર 2' 19 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, ત્યારથી બોક્સ ઓફિસ પર રણવીર સિંહની આ ફિલ્મ એકહથ્થુ શાસન કરી રહી છે. ફિલ્મને રિલીઝ થયાને 20 દિવસ થઈ ગયા છે અને હજુ પણ બોક્સ ઓફિસ પર તેની કમાણી ચાલુ છે. આ એક્શન-થ્રિલર બોક્સ ઓફિસ પર અત્યારે પણ ડબલ ડિજિટમાં કમાણી કરી રહી છે અને કમાણીના મામલે આ ફિલ્મ હવે ચોથા નંબરે પહોંચી ગઈ છે. રણવીર સિંહ સ્ટારર 'ધુરંધર 2' વિશ્વભરમાં 1,642 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે અને હવે નંબર 1 પોઝિશનથી થોડી જ દૂર છે. 

કમાણીમાં આગળ છે આ ત્રણ ફિલ્મો

ધુરંધર 2 ના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો, બોક્સ ઓફિસ પર આ ફિલ્મ વર્લ્ડવાઈડ 1,642 કરોડનો આંકડો પાર કરી ચૂકી છે, જ્યારે 'દંગલ', 'બાહુબલી 2' અને 'પુષ્પા 2' હજુ પણ તેનાથી આગળ છે. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની 'પુષ્પા 2' એ જ્યાં વિશ્વભરમાં 1800 કરોડની કમાણી સાથે ત્રીજા નંબર પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે, તો બીજી તરફ 1810.6 કરોડના કલેક્શન સાથે 'બાહુબલી 2' બીજા નંબરે છે અને 2,200 કરોડની કમાણી સાથે આમિર ખાનની 'દંગલ' પ્રથમ નંબરે છે. એટલે કે પુષ્પા 2નો રેકોર્ડ તોડવા માટે ધુરંધર 2 એ હજુ 158 કરોડ વધુ કમાવવા પડશે અને બાહુબલી 2 થી આગળ નીકળવા માટે 168.6 કરોડ અને 'દંગલ' સુધી પહોંચવા માટે 558 કરોડથી વધુની કમાણી કરવી પડશે.

ધુરંધર 2નું ભારતમાં કેટલું ગ્રોસ કલેક્શન?

ભારતમાં કુલ ગ્રોસ કલેક્શનની વાત કરીએ તો, સેકનિલ્કના આંકડા અનુસાર, ભારતમાં અત્યાર સુધી 'ધુરંધર 2' 1,244 કરોડથી વધુની કમાણી કરી ચૂકી છે અને ત્રીજા નંબર પર છે. જ્યારે પ્રભાસ સ્ટારર 'બાહુબલી 2' ભારતમાં 1,429.83 કરોડ સાથે પ્રથમ નંબરે અને અલ્લુ અર્જુન સ્ટારર 'પુષ્પા 2' 1,381 કરોડ સાથે બીજા સ્થાને છે.

આ પણ વાંચો: લગ્નના 40 દિવસ બાદ ફરી વિજય-રશ્મિકાએ યોજ્યું શાનદાર રિસેપ્શન, કોડવા સાડીમાં એક્ટ્રેસનો દેશી અંદાજ

ધુરંધર 2 વિશે

સ્પાય થ્રિલર ફિલ્મ 'ધુરંધર 2' 19 માર્ચ, 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી, જે 5 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થયેલી બ્લોકબસ્ટર 'ધુરંધર' નો બીજો ભાગ છે. આદિત્ય ધર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતમાં સૌથી વધુ કમાણી કરનારી હિન્દી ફિલ્મોમાં પ્રથમ નંબર પર પોતાનો કબજો જમાવી ચૂકી છે. આદિત્ય ધરના નિર્દેશનમાં બનેલી ધુરંધર 2માં રણવીર સિંહની સાથે અર્જુન રામપાલ, સંજય દત્ત, સારા અર્જુન અને આર માધવન જેવા શ્રેષ્ઠ સ્ટાર્સ પણ છે. તેમાં યામી ગૌતમ પણ નાનકડી ભૂમિકામાં જોવા મળી હતી.