લગ્નના 40 દિવસ બાદ ફરી વિજય-રશ્મિકાએ યોજ્યું શાનદાર રિસેપ્શન, કોડવા સાડીમાં એક્ટ્રેસનો દેશી અંદાજ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vijay Rashmikas Kodagu Reception: સાઉથ સિનેમાના મોસ્ટ ફેવરિટ કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા હાલમાં જ લગ્નના બંધનમાં બંધાયા છે. રશ્મિકા અને વિજયે 26 ફેબ્રુઆરીએ ઉદયપુરમાં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા, જેની તસવીરોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. તાજેતરમાં 6 એપ્રિલે, રશ્મિકાના 30મા જન્મદિનના એક દિવસ પછી, કર્ણાટકના કોડાગુ(કુર્ગ) ખાતે લગ્નના 40 દિવસ બાદ એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિરાજપેટના સેરેનિટી કન્વેન્શન હોલમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રશ્મિકા તેના મૂળ વારસાને સન્માન આપતા પરંપરાગત કુર્ગી સાડીમાં જોવા મળી હતી.
રશ્મિકાનો ખાસ 'કોડવા' શૈલીનો સાડી લુક અને વિજયનો ડૅપર અંદાજ
આ રિસેપ્શનમાં રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા એકબીજાના હાથમાં હાથ પરોવીને એન્ટ્રી લેતા જોવા મળ્યા હતા. રશ્મિકાએ પિંક અને ઓલિવ ગ્રીન કલરની સિલ્ક સાડી પહેરી હતી, જેને ખાસ કોડવા શૈલીમાં પહેરવામાં આવી હતી. આ શૈલીમાં સાડીની પાટલી પાછળના ભાગે હોય છે અને પાલવ જમણા ખભા પર આવે છે. બીજી તરફ, વિજય દેવરકોંડા બ્લેક ટ્રાઉઝર, બ્લેઝર અને વ્હાઇટ શર્ટમાં અત્યંત આકર્ષક લાગતો હતો. આ કાર્યક્રમમાં માત્ર નજીકના મિત્રો અને પરિવારના સભ્યો જ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, રશ્મિકાના પિતાએ આ ખાસ પ્રસંગે તેને કુર્ગમાં આવેલો તેમનો 'સેરેનિટી' બંગલો ભેટમાં આપ્યો છે, જે વિરાજપેટ પાસેના કુકલૂર ગામમાં આવેલો છે.
આ પણ વાંચો: 'RAAKA'નું પોસ્ટર રિલીઝ, અલ્લુ અર્જુનનો ખૂંખાર લુક જોઈને ફેન્સ હેબતાઈ ગયા!
લગ્નની ખુશીમાં ફેન્સને પણ કરી સામેલ
લગ્ન બાદ આ જોડીએ માત્ર પરિવાર જ નહીં, પરંતુ ચાહકો સાથે પણ ખુશીઓ વહેંચી હતી. 4 માર્ચના રોજ હૈદરાબાદમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે રિસેપ્શન યોજ્યા બાદ, કપલે સમગ્ર દેશમાં મીઠાઈ વહેંચવાની વ્યવસ્થા કરી હતી. તેમણે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ લખીને જણાવ્યું હતું કે, ભારતની જનતા તેમના પ્રેમની સફરનો હિસ્સો રહી છે, તેથી તેઓ આ ખુશી અન્નદાન અને મીઠાઈ દ્વારા દરેક સાથે વહેંચવા માંગે છે. 1 માર્ચે હૈદરાબાદ, દિલ્હી, અમદાવાદ, મુંબઈ અને ચેન્નાઈ સહિત દેશના અનેક શહેરોમાં ટ્રકો ભરીને મીઠાઈ મોકલવામાં આવી હતી અને વિવિધ મંદિરોમાં અન્નદાન કરીને આ નવદંપતીએ લોકોના આશીર્વાદ મેળવ્યા હતા.









