બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2'ની સુનામી: પ્રિવ્યૂ શૉમાં જ કરોડોની કમાણી, જૂના તમામ રેકોર્ડ ધ્વસ્ત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Dhurandhar 2: સાડા ત્રણ મહિનાની રાહ જોયા બાદ 'ધુરંધર 2' ફાઈનલી સિનેમાઘરોમાં આવી ગઈ છે. ડિસેમ્બર 2025માં 'ધુરંધર' જોયા બાદથી જ લોકો તેની સિક્વલની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, અને તેની અસર એડવાન્સ બુકિંગમાં સ્પષ્ટ દેખાઈ છે. 'ધુરંધર 2'એ ગુરુવારે રિલીઝ થાય તે પહેલા જ બુધવારે સાંજે થયેલા પ્રિવ્યૂ શૉમાં જ બોક્સ ઓફિસ સુનામી લાવી દીધી છે. તેણે આવતાની સાથે જ 'સ્ત્રી 2'ના પ્રિવ્યૂ રેકોર્ડને લાંબા અંતરે પાછળ છોડી દીધો છે.
'ધુરંધર 2' પ્રિવ્યૂ કલેક્શન
19 માર્ચ 'ધુરંધર 2'ની ઓફિશિયલ રિલીઝ ડેટ છે, પરંતુ તેના એક દિવસ પહેલા 18 માર્ચની સાંજે ફિલ્મના ખાસ પેઈડ પ્રિવ્યૂ શો યોજવામાં આવ્યા હતા. આ શોને પ્રેક્ષકો તરફથી શાનદાર રિસપોન્સ મળ્યો અને એડવાન્સ બુકિંગમાં જ પ્રિવ્યૂ શો માટે 42 કરોડ રૂપિયાથી વધુનું ગ્રોસ કલેક્શન થઈ ચૂક્યું હતું. પરંતુ 'ધુરંધર 2'ના પ્રિવ્યૂ શો માં અનેક જગ્યાએ ઘણો હોબાળો થયો. પ્રાપ્ત માહિતી પ્રમાણે અનેક થિયેટર્સે મેકર્સ તરફથી કન્ટેન્ટ લેટ ડિલીવર થવાની વાત કહી છે.
આ વિલંબના કારણે ઘણી સ્ક્રીનોએ ફિલ્મના શો સંપૂર્ણપણે રદ રહ્યા હતા. કેટલીક સ્ક્રીનો પર શો ઈન્ટરવલથી આગળ નહોતા વધી શક્યા, તો બીજી તરફ કેટલીક જગ્યાએ સ્ક્રીન ચાલતા બે શોમાંથી એક ચાલ્યો અને એક કેન્સલ કરવો પડ્યો. જો કે, જ્યાં પણ શો રદ થયા ત્યાં થિયેટરોએ દર્શકોને રિફન્ડ આપી દીધું. આ રિફંડના કારણે ફાઈનલ રિપોર્ટમાં કલેક્શન અપેક્ષા કરતા ઓછું દેખાશે. તેમ છતાં એવું માની શકાય છે કે 'ધુરંધર 2'એ પ્રિવ્યૂ શોથી ઓછામાં ઓછા 35 કરોડની કમાણી કરી છે.
પ્રિવ્યૂ કલેક્શનથી 'ધુરંધર 2'એ બનાવ્યો રેકોર્ડ
બોલીવૂડ ફિલ્મોમાં પ્રિવ્યૂ શોથી સૌથી વધુ કલેક્શનનો રેકોર્ડ 'સ્ત્રી 2' (2024) એ બનાવ્યો હતો. તેના પ્રિવ્યૂ શોએ લગભગ 11 કરોડ ગ્રોસ કલેક્શન કર્યું હતું. આનો અર્થ એ થયો કે 'ધુરંધર 2'એ તેનાથી ત્રણ ગણું કલેક્શન કર્યું છે. રદ કરાયેલા શો માટે નોંધપાત્ર રિફંડ આપવામાં આવે તો પણ, ફાઈનલ રિપોર્ટસમાં 'ધુરંધર 2'નું પ્રિવ્યૂ કલેક્શન 'સ્ત્રી 2' કરતા ઓછામાં ઓછા બમણું તો હશે જ.
બોક્સ ઓફિસ પર 'ધુરંધર 2'ની સુનામી
પ્રિવ્યૂ શો થી 'ધુરંધર 2'એ મોટું કલેક્શન કર્યું છે, આ એક બીજી વાતથી સમજાય રહી છે. ડિસેમ્બર 2025માં રિલીઝ થયેલી 'ધુરંધર' માટે પણ ખૂબ ક્રેઝ હતો, આ ફિલ્મે પણ ઓપનિંગ ડે પર લગભગ 33 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું હતું. 'ધુરંધર 2'ના ફક્ત પ્રિવ્યૂ શોનું કલેક્શન જ 'ધુરંધર'ના ઓપનિંગ ડે કરતા વધુ થયું છે.
ફિલ્મનો ક્રેઝ
પ્રિવ્યૂ શોથી થયેલ આ જબરદસ્ત કલેક્શન એ જણાવે છે કે, 'ધુરંધર 2'નો ક્રેઝ કયા લેવલ પર છે. ગુરુવારે ફિલ્મની રિલીઝ ડેટ માટે તગડું બુકિંગ છે અને ફર્સ્ટ ડે કલેક્શનના ઘણા રેકોર્ડ તૂટવાના છે. આ ક્રેઝ આદિત્ય ધરના શાનદાર ફિલ્મમેકિંગ માટે છે, જેણે પહેલા પાર્ટમાં સાડા ત્રણ કલાક સુધી દર્શકોને જકડી રાખ્યા હતા. 'ધુરંધર 2' પહેલી ફિલ્મ કરતા પણ થોડી લાંબી છે, પરંતુ દર્શકોમાં તેનો ક્રેઝ એટલે છે કે, તેઓ કમર કસીને થિયેટરોમાં પહોંચી રહ્યા છે.









