આટલા વિવાદ છતાં રૂમર્ડ ગર્લફ્રેન્ડ સાથે દેખાયા ગોવિંદા! પત્ની સુનિતા ભડકી, કહ્યું- બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Sunita Ahuja Angry Reaction On Husband Govinda: બોલિવૂડ અભિનેતા ગોવિંદા હાલમાં પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. તાજેતરમાં જ ગોવિંદા અભિનેત્રી કોમલ સાથે સ્પોટ થયા હતા. ગોવિંદા અને કોમલની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી. હવે આ અંગે તેમની પત્ની સુનિતા આહૂજાની પ્રતિક્રિયા સામે આવી છે.
ગોવિંદા પર ભડકી સુનિતા આહૂજા
સુનિતા આહૂજાને જ્યારે પાપારાઝીએ સવાલ કર્યો કે, 'ગોવિંદા અભિનેત્રી સાથે દેખાયા.' તો સુનિતા આહૂજા ભડકી ગઈ અને કહ્યું કે, 'તમે લોકોએ કહેવત તો સાંભળી જ હશે ને કે "વિનાશ કાળે વિપરીત બુદ્ધિ", તેમની બુદ્ધિ સંપૂર્ણપણે ભ્રષ્ટ થઈ ચૂકી છે અને એટલે જ તેઓ આવી હરકતો કરી રહ્યા છે. હવે આ બાબતે હું શું જ બોલું?'
ચીટર નંબર વન પર શું બોલી સુનિતા
પેપરાઝીએ જ્યારે જણાવ્યું કે, લોકો ગોવિંદા માટે કમેન્ટ કરી રહ્યા છે કે, 'હીરો નંબર વન' હવે 'ચીટર નંબર વન' બની ગયા છે, ત્યારે આ અંગે સુનિતાએ સામેથી સવાલ કરતા કહ્યું કે, 'મારે પણ ગોવિંદાના ફેન્સને પૂછવું છે. જ્યારે હું કોઈ વાત કહું છું ત્યારે બધા મને જ ટ્રોલ કરવાનું શરૂ કરી દે છે. હું ઈચ્છું છું કે મીડિયા અને ગોવિંદાના ફેન્સ પોતે જ આ વાતનો જવાબ આપે. મને હવે કંઈ ન પૂછો, ભાડમાં જાય! મને હવે આ બધી બાબતોમાં કોઈ જ રસ નથી.'
પત્ની પર ગોવિંદાનો કટાક્ષ
તાજેતરમાં ગોવિંદાએ એક ઈન્ટરવ્યૂમાં પત્ની સુનિતા પર કટાક્ષ કર્યો હતો. ગોવિંદાએ જણાવ્યું હતું કે, 'કેટલીક બાબતો એવી હોય છે જેને શબ્દોમાં વ્યક્ત કરી શકાતી નથી. શું સફળતા મેળવવા માટે પોતાના જ લોકોની બુરાઈ કરવી જરૂરી છે? આ એક સરળ રસ્તો છે. સુનિતા ચાર વાર પ્રશંસા કર્યા પછી બુરાઈ કરી દે છે, પણ તેમાં પણ મને તેનો પ્રેમ જ દેખાય છે.' ગોવિંદાના આ ઈન્ટરવ્યૂ બાદ લોકો એવી અટકળો લગાવી રહ્યા છે કે, ગોવિંદા એવું કહેવા માંગે છે કે સુનિતાને ફેમ ત્યારે જ મળી છે જ્યારે તેમણે પોતાની પર્સનલ લાઈફને પબ્લિક કરી છે.
લૉકઅપ શો માં સુનિતાએ કર્યા હતા ખુલાસા
તાજેતરમાં ગોવિંદા એરપોર્ટ પર અભિનેત્રી કોમલ સાથે સ્પોટ થયા હતા, અને બંનેની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ વાઈરલ થઈ હતી. બંનેને સાથે જોઈને તેમના અફેરની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ સુનિતા આહૂજા 'લૉકઅપ-2'માં નજર આવી હતી, જ્યાં તેમણે શૉ દરમિયાન ગોવિંદાના જૂના અફેર્સ અને બંને વચ્ચે ચાલી રહેલા મનમોટાવ અંગે ખુલ્લેઆમ વાત કરી હતી.









