Entertainment

'ધુરંધર 2'ના તોફાન વચ્ચે પણ 'ડકૈત' ફિલ્મે કરી કમાલ, બે દિવસમાં કરી રૂ.20 કરોડથી વધુની કમાણી, જુઓ ટ્રેલર

By GS Team
11 Apr 20261 min read
TukuTouch Logo
રણવીર સિંહની ‘ધુરંધર 2’ફિલ્મે 1000 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કર્યું છે. આમ, 'ધુરંધર 2'ના તોફાન વચ્ચે અદિવી શેષ અને મૃણાલ ઠાકુર સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ 'ડકૈત'એ બોક્સ ઓફિસ પર કમાલ કરી છે. આ ફિલ્મને દર્શકોનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે, ત્યારે રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે(11 એપ્રિલ) રૂ.20 કરોડથી વધુની કમાણી કરી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ધુરંધર 2'ના તોફાન વચ્ચે પણ 'ડકૈત' ફિલ્મે કરી કમાલ, બે દિવસમાં કરી રૂ.20 કરોડથી વધુની કમાણી, જુઓ ટ્રેલર

Dacoit Box Office Collection Day 2: રણવીર સિંહની ‘ધુરંધર 2’ફિલ્મે 1000 કરોડ રૂપિયાથી વધુ કલેક્શન કર્યું છે. આમ, 'ધુરંધર 2'ના તોફાન વચ્ચે અદિવી શેષ અને મૃણાલ ઠાકુર સ્ટારર એક્શન થ્રિલર ફિલ્મ 'ડકૈત'એ બોક્સ ઓફિસ પર કમાલ કરી છે. આ ફિલ્મને દર્શકોનો પોઝિટિવ રિસ્પોન્સ મળી રહ્યો છે, ત્યારે રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે(11 એપ્રિલ) રૂ.20 કરોડથી વધુની કમાણી કરી છે. 

'ડકૈત' ફિલ્મની પહેલા દિવસની કમાણી

'ડકૈત' ફિલ્મ રિલીઝના પહેલા દિવસે 3800 શૉથી રૂ.6.5 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે ગ્રોસ કલેક્શન રૂ.7.57 કરોડ કર્યું છે. જ્યારે ભારતમાં ગ્રોસ કલેક્શન 6.50 કરોડ રૂપિયા છે. આ પછી બીજા દિવસે ફિલ્મની કમાણી વધી રહી છે. જેમાં આજે(11 એપ્રિલ) બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 1.86 કરોડની કમાણી કરી છે. 

જ્યારે 'ડકૈત' ફિલ્મની ઓક્યુપેન્સીની વાત કરીએ તો, બીજા દિવસે ફિલ્મની ઓક્યુપેન્સી 22 ટકા નોંધાઈ છે. 

આ પણ વાંચો: ‘ધુરંધર 2’નો વધુ એક રેકોર્ડ, એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ

'ડકૈત'નું વર્લ્ડવાઈડ કલેક્શન 

અદિવી શેષ અને મૃણાલની ​​'ડકૈત' ફિલ્મનો જાદુ વિદેશોમાં જોવા મળી રહ્યો છે. વિદેશમાં ફિલ્મને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે ત્યારે સેકનિલ્કના ડેટા અનુસાર, ઓવરસીઝમાં ફિલ્મે રૂ.6 કરોડનું ગ્રોસ કલેક્શન કર્યું છે, જેનાથી પહેલા દિવસનું વર્લ્ડવાઈડ કુલ કલેક્શન રૂ.13.57 કરોડ થયું છે.