Entertainment

ધર્મેન્દ્રના નિધન પર ભાવુક થયો કપિલ શર્મા, કહ્યું- 'મેં ફરી એકવાર પિતાને ગુમાવ્યા...'

By GS TEAM
26 Nov 20252 mins read
TukuTouch Logo
કપિલ શર્માએ જણાવ્યું કે, 'ધર્મેન્દ્ર મારા માટે પિતા સમાન હતા. હું 22 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું નિધન થઈ ગયુ હતું અને તે સમયે મને પિતા સાથે વધુ સમય વિતાવવાની તક નહોતી મળી. ધર્મેન્દ્રના નિધનથી મને ફરી એ જ દુ:ખનો અનુભવ થયો. મને એવું લાગ્યું કે મેં ફરી એક વાર પિતાને ગુમાવી દીધા.'

Summarized by AI; it may make mistakes. Check important info

ધર્મેન્દ્રના નિધન પર ભાવુક થયો કપિલ શર્મા, કહ્યું- 'મેં ફરી એકવાર પિતાને ગુમાવ્યા...'

Kapil Sharma On Dharmendra Death: દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનું સોમવારે 89 વર્ષની વયે નિધન થઈ ગયુ. તેમના નિધનથી આખી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે હવે એક્ટર અને કોમેડિયન કપિલ શર્માએ જણાવ્યું કે, મારો હી-મેન સાથે ખૂબ જ નજીકનો સબંધ હતો. 

મેં ફરી એકવાર પિતાને ગુમાવ્યા

કપિલ શર્માએ જણાવ્યું કે, 'ધર્મેન્દ્ર મારા માટે પિતા સમાન હતા. હું 22 વર્ષનો હતો ત્યારે મારા પિતાનું નિધન થઈ ગયુ હતું અને તે સમયે મને પિતા સાથે વધુ સમય વિતાવવાની તક નહોતી મળી. ધર્મેન્દ્રના નિધનથી મને ફરી એ જ દુ:ખનો અનુભવ થયો. મને એવું લાગ્યું કે મેં ફરી એક વાર પિતાને ગુમાવી દીધા.'

કપિલને પોતાનો દીકરો માનતા હતા

કપિલે કહ્યું કે, 'ધરમ પાજી જેવા દિલવાળા વ્યક્તિ ફરી નહીં મળશે. તેઓ રાજાની જેમ જીવતા હતા. તેમના નિધનથી એવું લાગે છે કે પરિવારના કોઈ સભ્યનું નિધન થઈ ગયું.' કપિલે એ પણ યાદ કર્યું કે, 'જ્યારે મેં 2016માં મારો શૉ "ધ કપિલ શર્મા શૉ" શરૂ કર્યો હતો, ત્યારે કોઈ મોટો સ્ટાર આવવા તૈયાર નહોતો. જ્યારે ધર્મેન્દ્ર પાજીને ફોન કર્યો તો તેમણે એક પણ સવાલ કર્યા વિના હા પાડી દીધી. વ્યસ્ત શેડ્યૂલ હોવા છતાંતેમણે તેમની ટીમને કહ્યું કે, 'આ મારો દીકરો છે, તેના માટે ડેટ કાઢો, ભલે ગમે તે થાય.' ધર્મેન્દ્ર કપિલના શૉના પ્રથમ ગેસ્ટ બન્યા હતા. 

આ પણ વાંચો: અલવિદા ધર્મેન્દ્ર....'વીરુ' પંચમહાભૂતમાં વિલીન, બોલિવૂડમાં શોક, PM મોદીએ કહ્યું- એક યુગનો અંત

કપિલનું વર્કફ્રન્ટ

કપિલ શર્મા ટૂંક સમયમાં ફિલ્મ 'કિસ કિસકો પ્યાર કરું 2' માં નજર આવશે. આ ફિલ્મ 12 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે. ફિલ્મની રિલીઝ પહેલા તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જે કોમેડી અને કન્ફ્યૂઝનથી ભરપૂર છે. લોકોને ટ્રેલર ખૂબ જ પસંદ આવ્યું છે.