Get The App

ધુરંધર ટુમાં તિરછી ટોપીવાલે ગીતના ઉપયોગ બદલ સર્જકો સામે કેસ

Updated: Apr 10th, 2026

GS TEAM

Google News
Google News
ધુરંધર ટુમાં તિરછી ટોપીવાલે ગીતના ઉપયોગ બદલ સર્જકો સામે કેસ 1 - image

- ત્રિદેવનું ગીત મંજૂરી વિના જ વાપર્યું   

- રાજીવ રાય આ પહેલાં પણ તેનાં હિટ ગીતોના દુરુપયોગના કેસ કરી ચૂક્યો છે

મુંબઈ : 'ધુરંધર ટુ'નાં ક્લાઈમેક્સમાં મંજૂરી વિના 'તિરછી ટોપી  વાલે  ..' ગીતના ઉપયોગ બદલ મૂળ ફિલ્મ 'ત્રિદેવ'ની નિર્માતા કંપની ત્રિમૂર્તિ ફિલ્મ્સ દ્વારા આદિત્ય ધરની કંપની બી સિક્સ  સ્ટુડિયોઝ વિરુદ્ધ કોપીરાઈટ ભંગનો કેસ દાખલ કરાયો છે.   ફિલ્મનાં 'રંગ દે લાલ' ગીતમાં 'તીરછી ટોપીવાલે..'નાં કેટલાક  અંશોનો ઉપયોગ થયો છે. 

રાજીવ રાયની ત્રિમૂર્તિ ફિલ્મસના જણાવ્યા અનુસાર  આ ગીતની  રચના અને ધ્વનિ  રેકોર્ડિંગ એમ  બંને પર તેના અધિકાર છે.  અન્ય કોઈ તેની મંજૂરી વિના તેનો કમર્શિઅલ ઉપયોગ કરી શકે નહિ.  ઉલ્લેખનીય છે કે 'ત્રિદેવ' ફિલ્મનું આ ગીત સોનમ તથા  નસીરુદ્દિન શાહ પર પિક્ચરાઈઝ થયું હતું અને જે જમાનામાં આ ગીત સુપરહિટ થયું હતું. 

રાજીવ રાયે અગાઉ 'તુ મેરી મૈ તેરા' ફિલ્મમાં તેની ફિલ્મ 'વિશ્વાત્મા'નાં 'સાત સમંદર પાર..ગીતના ઉપયોગ માટે પણ કરણ જોહર પર કોપીરાઈટ ભંગનો કેસ કર્યો હતો.  તેણે ૨૦૨૧માં 'સૂર્યવંશી' ફિલ્મમાં તેની ગીત 'મોહરા'નાં  સુપરહિટ સોંગ 'ટીપ ટીપ  બરસા પાની'નાં અનાધિકૃત ઉપયોગ માટે પણ કોપીરાઈટ ભંગનો કેસ કર્યો હતો.