Entertainment

બ્રિટની સ્પીયર્સ નશાની આદત છોડાવવા હોસ્પિટલમાં દાખલ

By GS Team
14 Apr 20261 min read
બ્રિટની સ્પીયર્સ નશાની આદત છોડાવવા હોસ્પિટલમાં દાખલ

- 30 દિવસ સુધી હોસ્પિટલમાં રહેશે 

- નશામાં કાર ચલાવતાં પકડાઈ ગયા પછી કોર્ટ પર પોઝિટિવ છાપ સર્જવા નિર્ણય

મુંબઈ : હોલવુડ ગાયિકા બ્રિટની સ્પીર્યસ નશામાં કાર ચલાવતા પકડાઇ  ગયા બાદ હવે પોતાની આદત છોડાવવા માટે એક ટ્રીટમેન્ટ સેન્ટરમાં દાખલ થઈ છે. 

ગઈ  ચોથી માર્ચના રોજ બ્રિટની સ્પીયર્સને કૈલિફોર્નિયા હાઇવે પેટ્રોલના અધિકારીઓએ નશો કરી ગાડી ચલાવતી હોવાની શંકાએ પકડી હતી. જોકે, તેને તે જ દિવસે મુક્ત કરાયા બાદ   મે મહિનામાં  કોર્ટમાં ફરી હાજર થવાની સૂચના આપવામાં આવી હતી. કેસમાં વહેલો છૂટકારો મેળવવા ન્યાયધીશ પર પોઝિટિવ છાપ પડે તે માટે તેણે પોતાનો ઈલાજ કરાવવાનો નિર્ણય લીધો હોવાનું કહેવાય છે.  હાલ આ ઇલાજ ૩૦ દિવસ સુધી ચાલશે પરંતુ પછી તેની પ્રગતિના આધાર પર આગળનો નિર્ણય લેવામાં આવશે.