Entertainment

હવે વરૂણે નો એન્ટ્રી ટુ છોડી દીધાની ચર્ચાથી બોની કપૂર નારાજ

By GS Team
14 Oct 20251 min read
This article was originally published on 14 Oct 2025
હવે વરૂણે નો એન્ટ્રી ટુ છોડી દીધાની ચર્ચાથી બોની કપૂર નારાજ

- ફિલ્મના ઠેકાણાં નથી પણ વિવાદો ચાલ્યા કરે છે

- અગાઉ દિલજીત દોસાંઝે પણ આ ફિલ્મ સ્ક્રિપ્ટના મતભેદોને કારણે છોડી હતી

મુંબઇ : બોની ધવનનાં પ્રોડક્શનની 'નો એન્ટ્રી ટુ' ફિલ્મ બને ત્યારની વાત ત્યારે પણ હાલ તો આ ફિલ્મની જાહેરાત બાદ તેના કાસ્ટિંગ સહિતની બાબતો પર જ એક પછી એક વિવાદ ચાલ્યા કરે છે. અગાઉ દિલજીત દોસાંઝે સ્ક્રિપ્ટ બાબતે અસંતોષ વ્યક્ત કરી ફિલ્મ છોડી દીધી હતી. હવે વરુણ ધવને પણ તારીખોનું બહાનું કાઢી ફિલ્મ છોડી દીધી હોવાની ચર્ચા થઈ રહી છે.  

જોકે, બોની કપૂર  અ ચર્ચાથી નારાજ થયો છે અને તેણે જણાવ્યું છે કે લોકો ફિલ્મ વિશે નાહકની અફવાઓ ફેલાવી રહ્યા છે. 

બોનીએ કહ્યું હતું કે  ફિલ્મ બાબતે તેના અને  વરુણ ધવન વચ્ચે સંતલસો આજની તારીખે પણ ચાલુ છે. વરુણે ફિલ્મ છોડયાની વાતમાં કોઈ દમ નથી. 

અત્યારે તો આ  ફિલ્મનો એકમાત્ર કન્ફર્મ સ્ટાર બોનીનો દીકરો અર્જુન કપૂર જ છે.

 અર્જુનની કેરિયર આમ પણ ડામાડોળ છે અને તેની પાસે આવી હોમ પ્રોડક્શનની ફિલ્મો સિવાય ખાસ આરો પણ નથી.