Entertainment

VIDEO : મુંબઈમાં દારુડિયા ડ્રાઈવરે નોરા ફતેહીની કારને ટક્કર મારી, અભિનેત્રીને સામાન્ય ઈજા

By GS TEAM
20 Dec 20251 min read
TukuTouch Logo
મુંબઈમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની કારનો અકસ્માત થયો છે. નોરા ફ્રેન્ચ મ્યૂજિક પ્રોડ્યૂસર અને ડીજે ડેવિડ ગુએટાના એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ઘરેથી નીકળી હતી. તે દરમિયાન તેની કારનો અકસ્માત થયો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO : મુંબઈમાં દારુડિયા ડ્રાઈવરે નોરા ફતેહીની કારને ટક્કર મારી, અભિનેત્રીને સામાન્ય ઈજા

Nora Fatehi Accident : મુંબઈમાં બોલિવૂડની જાણીતી અભિનેત્રી અને ડાન્સર નોરા ફતેહીની કારનો અકસ્માત થયો છે. નોરા ફ્રેન્ચ મ્યૂજિક પ્રોડ્યૂસર અને ડીજે ડેવિડ ગુએટાના એક કાર્યક્રમમાં સામેલ થવા માટે ઘરેથી નીકળી હતી. તે દરમિયાન તેની કારનો અકસ્માત થયો છે. 

દારુડિયા ડ્રાઈવરે કારને ટક્કર મારી

રિપોર્ટ મુજબ, નોરા ફતેહી ડેવિડ ગુએટા સાથે સનબર્ન ફેસ્ટિવલમાં જઈ રહી હતી. આ દરમિયાન એક દારુડિયા ડ્રાઈવરે બેફારરીતે કાર હંકારી નોરાની કારને ટક્કર મારી હતી. રાહતની વાત એ છે કે, નોરાને સામાન્ય ઈજા થઈ છે, જેથી તેને હોસ્પિટલમાં લઈ જવાઈ છે. નોરાની ટીમ તેણીને તાત્કાલીક નજીકના હોસ્પિટલમાં લઈ ગઈ છે. ડોક્ટરોએ નોરાની સીટી સ્કેન કર્યો છે, જેમાં તેને સામાન્ય ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : જમ્મુમાં વિદ્યાર્થીઓ ભરેલી બસ ડિવાઈડર સાથે અથડાતા પલટી

અકસ્માત છતાં નોરા ફેસ્ટિવલમાં સામેલ થઈ

ડૉક્ટરે નોરાને આરામ કરવાની સલાહ આપી હતી. જોકે ફેસ્ટિવલમાં સામેલ થવાનો કાર્યક્રમ પહેલાથી જ નક્કી કર્યો હોવાથી તેણી ત્યાં સામેલ થઈ છે. નોરાની અકસ્માતની વિગતો સામે આવતા જ અભિનેત્રીના અનેક ફેન્ચ ચિંતિત થયા છે. જોકે રાહતની વાત એ છે કે, નોરાને સામાન્ય ઈજા થઈ છે અને તે આજ રાતના ફેસ્ટિવલમાં સામેલ થવાની છે.

આ પણ વાંચો : ભારતના બે પડોશી દેશો પર આફત