Entertainment

Bhooth Bangla Box Office: અક્ષયની ફિલ્મ 'ભૂત બંગલા' ધીમી પડી! 8મા દિવસે કરી આટલી કમાણી

By GS Team
24 Apr 20263 mins read
TukuTouch Logo
અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ‘ભૂત બંગલા’ હાલમાં બોક્સ ઓફિસ પર ફિક્કું પ્રદર્શન કરી રહી છે. આ જ કારણ છે કે એક અઠવાડિયું વીતી જવા છતાં ફિલ્મ 100 કરોડના આંકડાથી દૂર છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Bhooth Bangla Box Office: અક્ષયની ફિલ્મ 'ભૂત બંગલા' ધીમી પડી! 8મા દિવસે કરી આટલી કમાણી

Bhooth Bangla Box Office Collection: અક્ષય કુમાર અને પ્રિયદર્શનની ‘ભૂત બંગલા’ હાલમાં બોક્સ ઓફિસ પર ફિક્કું પ્રદર્શન કરી રહી છે. આ જ કારણ છે કે એક અઠવાડિયું વીતી જવા છતાં ફિલ્મ 100 કરોડના આંકડાથી દૂર છે. 

8માં દિવસે 3.04 કરોડ રૂપિયાની કમાણી

‘ભૂત બંગલા’ બોક્સ ઓફિસ પર ધીમી ગતિએ આગળ વધી રહી છે. હવે ફિલ્મના આઠમા દિવસની કમાણી પણ સામે આવી ગઈ છે. સેકનિલ્ક મુજબ, આજે શુક્રવારે 8 વાગ્યા સુધીમાં ‘ભૂત બંગલા’એ પોતાના બીજા ગુરુવારે 3.04 કરોડ રૂપિયાની કમાણી કરી છે. આ સાથે આઠ દિવસમાં ફિલ્મની કુલ અંદાજિત કમાણી 87.44 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે.

‘ભૂત બંગલા’નું કલેક્શન (અંદાજિત આંકડા)

-‘ભૂત બંગલા’એ બોક્સ ઓફિસ પર પોતાની શરૂઆત પહેલા દિવસે 12.25 કરોડ રૂપિયા સાથે કરી હતી.

-આ પહેલાપેડ પ્રિવ્યૂ શોમાં પણ ફિલ્મે 3.75 કરોડ રૂપિયા એકઠા કર્યા હતા.

-જોકે, બીજા દિવસે શનિવારે ફિલ્મની કમાણી વધીને 19 કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ.

-જ્યારે ત્રીજા દિવસે રવિવારે પણ ‘ભૂત બંગલા’ને રજાનો ફાયદો મળ્યો અને ફિલ્મે 23 કરોડ રૂપિયા છાપી નાખ્યા.

-ચોથા દિવસે પહેલા સોમવારે ફિલ્મની કમાણીમાં ફરી ઘટાડો આવ્યો અને તે માત્ર 6.75 કરોડ રૂપિયા સુધી જ થઈ શકી છે.

-પાંચમા દિવસે ફિલ્મની કમાણી સામાન્ય વધારા સાથે 9.28 કરોડ રૂપિયા રહી.

-જ્યારે છઠ્ઠા દિવસે ફિલ્મનું કલેક્શન ફરી નીચે પડીને 7.26 કરોડ રૂપિયા જ રહ્યું.

-સાતમા દિવસે 5.50 કરોડ રૂપિયા કમાવા સાથે ફિલ્મે પહેલા અઠવાડિયામાં 84.40 કરોડ રૂપિયાની કમાણી કરી.

-હવે આઠમા દિવસે રાત્રે 8 વાગ્યા સુધીઆમ ‘ભૂત બંગલા’ અત્યાર સુધી 3.04 કરોડ રૂપિયા કમાઈ ચૂકી છે.

નવી ફિલ્મો રિલીઝ થતાં કમાણી ઘટે તેવા સંકેત

‘ભૂત બંગલા’ની સામે આજે કેટલીક નવી ફિલ્મો પણ રિલીઝ થઈ છે. જેમાં ‘ગિન્ની વેડ્સ સની 2’ અને ‘માઈકલ’ જેવી ફિલ્મો સામેલ છે. આ સિવાય ‘ધુરંધર 2’ હજુ પણ ટકેલી છે. ‘ધુરંધર 2’ એ 37મા દિવસે પોતાના છઠ્ઠા શુક્રવારે 8 વાગ્યા સુધીમાં માત્ર 85 લાખ રૂપિયાની કમાણી કરી છે. હવે જોવાનું એ રહેશે કે આ નવી ફિલ્મોની રિલીઝ બાદ ‘ભૂત બંગલા’ના કલેક્શન પર કેટલી અસર પડે છે.

આ પણ વાંચો: 102 કરોડનું સોનું, 30 દુબઈ ટ્રિપ્સ અને IPS પિતા... સ્મગલિંગ કેસમાં એક વર્ષ બાદ જેલની બહાર આવશે અભિનેત્રી રાન્યા રાવ

14 વર્ષ પછી જોવા મળી અક્ષય અને પ્રિયદર્શનની જોડી

ફિલ્મની વાર્તા અર્જુન (અક્ષય કુમાર)ની છે, જે લંડનથી મંગલપુર પોતાના પૈતૃક મહેલમાં આવે છે, બહેન મીરા (મિથિલા પાલકર)ના લગ્ન કરાવવા. આ એ જ મહેલ છે, જેના વિશે ગામવાસીઓ પહેલેથી વાર્તાઓ સંભળાવે છે. પછી એ જ મહેલમાં અજીબ હરકતો, અણધાર્યા બનાવો અને નવા-નવા રહસ્યો સામે આવે છે. ‘ભૂત બંગલા’ દ્વારા અક્ષય કુમાર અને પ્રિયદર્શનની જોડી 14 વર્ષ પછી પાછી ફરી છે. ફિલ્મમાં અક્ષય કુમાર સિવાય વામિકા ગબ્બી, તબુ, પરેશ રાવલ, રાજપાલ યાદવ, મિથિલા પાલકર અને અસરાની પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે.