Entertainment

બોલિવૂડના ચર્ચિત નેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર ધારદાર હથિયારો વડે હુમલો, હાલત ગંભીર

By GS Team
22 Jun 20262 mins read
TukuTouch Logo
બૉલિવૂડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર બિહારના ગોપાલગંજમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જૂની અદાવતને કારણે ગોપાલગંજમાં તેમના પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બોલિવૂડના ચર્ચિત નેતા પંકજ ત્રિપાઠીના ભાઈ પર ધારદાર હથિયારો વડે હુમલો, હાલત ગંભીર

Attack on Pankaj Tripathi's Brother: બૉલિવૂડના જાણીતા અભિનેતા પંકજ ત્રિપાઠીના ભાઈ બિજેન્દ્ર નાથ તિવારી પર બિહારના ગોપાલગંજમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જૂની અદાવતને કારણે ગોપાલગંજમાં તેમના પર ધારદાર હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. બિજેન્દ્ર નાથ તિવારીની હાલત અત્યંત નાજુક હોવાથી તેમને વધુ સારવાર માટે પટના સ્થિત AIIMS હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.

પાડોશી દ્વારા જ કરાયો હુમલો

આ ચકચારી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે અને તણાવનો માહોલ જોવા મળી રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પંકજ ત્રિપાઠીના ભાઈ પર આ હુમલો માધોપુર પોલીસ સ્ટેશન વિસ્તારના બેલસંડ ગામમાં કરવામાં આવ્યો છે. જે પંકજ ત્રિપાઠીનું વતન છે. પડોશમાં રહેતા લોકોએ જ જૂની અદાવતમાં આ વારદાતને અંજામ આપ્યો હોવાનું કહેવાય છે. હુમલા બાદ તમામ આરોપીઓ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા છે.

પોલીસ કાફલો ઘટના સ્થળે

ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે આરોપીઓની ઓળખ કરી લીધી છે અને તેમની ધરપકડ કરવા માટે સ્પેશિયલ ટીમની રચના કરી દરોડા પાડવાનું શરૂ કર્યું છે. પોલીસે પંકજ ત્રિપાઠીના પરિવારજનો અને આસપાસના લોકોની પૂછપરછ હાથ ધરી છે. જો કે, હુમલા પાછળનું સાચું કારણ પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે. હોસ્પિટલનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં ગોપાલગંજની મોડેલ હોસ્પિટલના તબીબો બિજેન્દ્ર નાથ તિવારીની સારવાર કરતા જોવા મળી રહ્યા છે. વતનમાં બનેલી આ ઘટનાને પગલે ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.