Entertainment

VIDEO: ધર્મેન્દ્રના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોંચ્યા બચ્ચન અને આમિર ખાન, હેમા માલિની આઘાતમાં

By GS TEAM
24 Nov 20252 mins read
TukuTouch Logo
સમાચાર એજન્સી IANS અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. થોડા સમય પહેલાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. ધર્મેન્દ્રના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી પ્રસરી છે. હાલ, તેમના પરિવારજનો અને સિનેમા જગતના કલાકારો અને મિત્રો તેમને અંતિમ ઘડીએ અલવિદા કહેવા સ્મશાન પહોંચી રહ્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO: ધર્મેન્દ્રના અંતિમ દર્શન માટે સ્મશાન ઘાટ પહોંચ્યા બચ્ચન અને આમિર ખાન, હેમા માલિની આઘાતમાં

Dharmendra: સમાચાર એજન્સી IANS અનુસાર પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું આજે 89 વર્ષની વયે નિધન થયું છે. તેઓ બોલિવૂડમાં હી-મેનના નામથી પ્રખ્યાત હતા. ધર્મેન્દ્ર લાંબા સમયથી બીમાર હતા અને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. થોડા સમય પહેલાં જ તેમને હોસ્પિટલમાંથી રજા આપી હતી. ધર્મેન્દ્રના નિધનથી બોલિવૂડમાં શોકની લાગણી પ્રસરી છે. હાલ, તેમના પરિવારજનો અને સિનેમા જગતના કલાકારો અને મિત્રો તેમને અંતિમ ઘડીએ અલવિદા કહેવા સ્મશાન પહોંચી રહ્યા છે. 

અમિતાભ બચ્ચને પહોંચ્યા સ્મશાન

બોલિવૂડમાં ધર્મેન્દ્ર અને અમિતાભ બચ્ચન 'જય-વીરૂ'ની જોડીથી પ્રખ્યાત છે. જોકે, હવે આ જોડી તૂટી ગઈ છે. એક્ટર અમિતાભ બચ્ચન ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા માટે સ્મશાન પહોંચ્યા છે. 

આ પણ વાંચોઃ BIG BREAKING | પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, અમિતાભ બચ્ચન સ્મશાન ઘાટ પહોંચ્યા

હેમા માલિની અંતિમ વિધિ માટે પહોંચ્યા

એક્ટર ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની પતિના દેહાંત બાદ અંતિમ સંસ્કારની વિધિ માટે સ્મશાન પહોંચ્યા છે. આ દરમિયાન હેમા માલિની ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા, તેમની આંખોમાં આંસુ હતા અને પતિને ગુમાવવાનું દુઃખ સ્પષ્ટપણે જોઈ શકાતું હતું. 

એશા દેઓલ પિતાને અલવિદા કહેવા પહોંચી

આ સિવાય ધર્મેન્દ્રની દીકરી એશા દેઓલ પણ સ્મશાન પહોંચી હતી. એશા દેઓલે સફેદ રંગનો ડ્રેસ પહેરેલો હતો અને અશ્રુભિની આંખે પિતાને અલવિદા કહેવા પહોંચી હતી. આ દરમિયાન તેમણે પોતાનો ચહેરો દુપટ્ટાથી ઢાંકી રાખ્યો હતો. 


આ પણ વાંચોઃ એ.આર.રહેમાનનું દર્દ છલકાયું, કહ્યું - છેલ્લા શ્વાસ સુધી મારા પિતા કામ કરતા રહ્યા, પરિવારમાંથી કાઢી મૂકાયા હતા

આમિર ખાનને આપી શ્રદ્ધાંજલિ

બોલિવૂડમાં મિસ્ટર પરફેક્ટ તરીકે ઓળખાતા આમીર ખાન દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને શ્રદ્ધાંજલી આપવા પહોંચ્યા છે. આ દરમિયાન એક્ટર ખૂબ જ ભાવુક જોવા મળ્યા હતા.

અભિષેક બચ્ચન પહોંચ્યા સ્મશાન

દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન પણ અભેનેતા ધર્મેન્દ્રને અંતિમ વિદાય આપવા માટે સ્મશાન પહોંચ્યા છે. 

પવન હંસ પહોંચ્યા સ્મશાનગૃહ

એક્ટર ધર્મેન્દ્રનું 89 વર્ષની વયે નિધન, અંતિમ ક્રિયા માટે બોલિવૂડ સેલેબ્સ પવન હંસ સ્મશાનગૃહ પહોંચ્યા છે. 

બોલિવૂડે સિતારાઓએ આપી અંતિમ વિદાય

અભેનિતા ધર્મેન્દ્રને વિદાય આપવા માટે સંજય, દત્ત, સલીમ ખાન સહિતના દિગ્ગજો પહોંચ્યા.

સલમાન ખાન અને અક્ષય કુમાર પહોંચ્યા સ્મશાનગૃહ

બોલિવૂડના 'દબંગ' કહેવાતા સલમાન ખાન અને અક્ષય કુમાર 'હી મેન'ને અંતિમ વિદાય આપવા માટે સ્મશાનગૃહ પહોંચ્યા છે.