Entertainment

અક્ષય કુમારની ફિલ્મ સમુકમાં બંગાળી હિરોઇન ઋકમણિ મૈત્રની એન્ટ્રી

By GS Team
3 Sep 20261 min read
TukuTouch Logo
અક્ષય કુમારની સાયફાય ફિલ્મ 'સમુક'નું શૂટિંગ યુકેમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં બંગાળી અભિનેત્રી ઋકમણિ મૈત્રા હિરોઈન તરીકે જોડાઈ છે. ઋકમણિએ અગાઉ વિદ્યુત જામવાલની 'સનક'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. નિર્માતા વિપુલ શાહ અને અક્ષય 12 વર્ષ પછી ફરી સાથે કામ કરી રહ્યા છે. કનિષ્ક વર્મા દિગ્દર્શિત આ મોટા બજેટની ફિલ્મ 2027માં રિલીઝ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

અક્ષય કુમારની ફિલ્મ સમુકમાં બંગાળી હિરોઇન ઋકમણિ મૈત્રની એન્ટ્રી
  • સાય ફાય સમુકનું હાલ યુકેમાં શૂટિંગ ચાલી રહ્યું છે
  • ઋકમણિ અગાઉ વિદ્યુત જામવાલની સનકથી બોલિવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે

મુંબઈ : અક્ષય કુમારની સાયફાય ફિલ્મ 'સમુક'નું શૂટિંગ હાલ યુકેમાં ચાલી રહ્યું છે. હવે આ ફિલ્મમાં હિરોઇન તરીકે બંગાળી અભિનેત્રી ઋકમણિ મૈત્ર જોડાઇ રહી હોવાનું જાણવા મળ્યું છે.
ઋકમણિ અગાઉ વિદ્યુત જામવાલની ફિલ્મ 'સનક'થી બોલિવુડમાં ડેબ્યૂ કરી ચૂકી છે. આ ઉપરાંત 'ક્રેક' નામની ફિલ્મમાં પણ તેનો નાનો રોલ હતો.
સામાન્ય રીતે સાઉથની હિરોઇન્સ હિન્દી ફિલ્મોમાં ટોચના હીરો સાથે કામ કરતી જોવા મળે છે. હવે ઋકમણી 'સમુક'માં ગોઠવાશે તો વધુ બંગાળી હિરોઇન્સની પણ હિન્દી ફિલ્મોમાં એન્ટ્રી પડશે.
નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ સાથે અક્ષય કુમાર બાર વર્ષે ફરી કામ કરી રહ્યો છે. છેલ્લે ૨૦૧૪માં આવેલી 'હોલીડેઃ એ સોલ્જર ઇઝ નેવર ઓફ્ફ ડયૂટી'માં બંને એ કોલબરેશન કર્યું હતું. આ ફિલ્મનું દિગ્દર્શન કનિષ્ક વર્મા કરી રહ્યો છે. બે વર્ષથી આ ફિલ્મ બની રહી છે. મોટા બજેટની સાયફાય ફિલ્મ તરીકે તેને ૨૦૨૭માં થિયેટર્સમાં રજૂ કરવામાં આવશે.