Get The App

આયુષમાન, શર્વરીની યે પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણતાને આરે

Updated: Apr 9th, 2026

GS TEAM

Google News
Google News
આયુષમાન, શર્વરીની યે પ્રેમ મોલ લિયાનું શૂટિંગ પૂર્ણતાને આરે 1 - image

- હવે એક સપ્તાહનું જ શૂટિંગ બાકી   

- સૂરજ બડજાત્યાની સ્ટાઈલ પ્રમાણેની ફેમિલી ડ્રામા ફિલ્મનું શૂટિંગ છ માસમાં જ આટોપાયું  

મુંબઈ : આયુષમાન ખુરાના તથા શર્વરી વાઘની ફિલ્મ 'યે પ્રેમ મોલ લિયા'નું શૂટિંગ હવે  પૂર્ણતાના આરે છે. ફિલ્મનું માંડ એકાદ સપ્તાહ ચાલે તેટલું શૂટિંગ બાકી  રહ્યું છે. 

મોટાભાગે આ મહિનાના અંત સુધીમાં શૂટિંગ પૂર્ણ કરી દેવાશે. બાદમાં પોસ્ટ પ્રોડક્શન શરુ કરાશે. 

સૂરજ બડજાત્યાએ આ ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરમાં શરુ કર્યું હતું. 

આમ છ જ માસમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થઈ રહ્યું છે. સૂરજની સ્ટાઈલ પ્રમાણે આ ફિલ્મ એક  ફેમિલી ડ્રામા હશે જેમાં આયુષમાનને નવા જમાનાના પ્રેમ તરીકે રજૂ કરવામાં આવશે.  ફિલ્મમાં અનુપમ ખેર, સુપ્રિયા પાઠક સહિતના કેટલાક સિનિયર  કલાકારો પણ કામ કરી રહ્યા છે.