Entertainment

આયુષમાન -શર્વરીની રોમાન્ટિક ફિલ્મનું પણ નામ બદલાશે

By GS Team
19 Mar 20261 min read
આયુષમાન -શર્વરીની રોમાન્ટિક ફિલ્મનું પણ નામ બદલાશે

- શૂટિંગ ચાલુ છે ત્યાં સૂરજ  બડજાત્યાનો  નિર્ણય    

- યે પ્રેમ મોલ લિયાને બદલે યે પ્રેમ મોહ માયા નામ રાખવાની વિચારણા

મુંબઇ : સૂરજ બડજાત્યાના દિગ્દર્શન હેઠળ બનનારી  આયુષમાન ખુરાના તથા શર્વરી  વાઘની ફિલ્મનું નામ ' યે પ્રેમ મોલ લિયા'થી બદલીને 'યે પ્રેમ મોહ માયા' કરવામાં આવે તેવી સંભાવના છે. 

ફિલ્મનું શૂટિંગ ગત નવેમ્બરથી શરુ થઈ ગયું છે.  હવે સૂરજ બડજાત્યા વહેલી તકે બાકીનું શૂટિંગ આટોપશે. 

ફિલ્મમાં અનુપમ ખેર,  સીમા પાહવા તથા સુપ્રિયા પાઠક સહિતના કલાકારો  જોવા મળશે.  આ ફિલ્મ રાજશ્રી પ્રોડક્શન્સની સ્ટાઈલ મુજબની પારિવારિક રોમેન્ટિક ફિલ્મ જ હશે. આયુષમાન ખુરાનાને નવા જમાનાના પ્રેમ તરીકે રજૂ કરવામાં આવશે.