ખાન પરિવારના ઘરે પારણું બંધાયું, અરબાઝની પત્ની શૂરાએ પુત્રીને જન્મ આપ્યો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| Image Instagram |
Khan family: બોલિવૂડના સૌથી લોકપ્રિય પરિવાર ગણાતા ખાન પરિવારમાં ખુશીઓ છવાઈ ગઈ છે. સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાન તેમના પહેલા બાળકના માતા-પિતા બન્યા છે. શૂરા ખાને એક દિકરીને જન્મ આપ્યો છે. ખાન પરિવારમાં લક્ષ્મીના આગમનથી ઘરમાં જન્શનો માહોલ છે. દરેક વ્યક્તિ આ દંપતીને અભિનંદન આપવા માટે વ્યસ્ત છે. ચાહકો સોશિયલ મીડિયા પર દંપતિને અભિનંદન આપી પોતાનો આનંદ વ્યક્ત કરી રહ્યા છે.
આ પણ વાંચો: અક્ષય કુમાર પોતાના કરતાં ૩૦ વરસ નાની મીનાક્ષી ચૌધરી સાથે જોડી જમાવશે
દિકરીના પિતા બન્યા અરબાઝ
અરબાઝની પત્ની શૂરાએ આજે એટલે કે 5 ઓક્ટોબર એક દિકરીને જન્મ આપ્યો છે. ઘરમાં લક્ષ્મીજીના આગમનથી આખા પરિવારમાં ઉજવણીનો માહોલ છે. બધા ખૂબ જ ખુશ છે. અરબાઝ પહેલાથી જ એક પુત્ર અરહાનનો પિતા છે અને હવે, તે પુત્રીના જન્મથી ખૂબ જ ખુશ છે.
હાલમાં જ શૂરા ખાનનો બેબી શાવર સમારોહ યોજાયો હતો
ઉલ્લેખનીય છે કે, શૂરા ખાનનો બેબી શાવર સમારોહ તાજેતરમાં જ યોજાયો હતો. શૂરાના ભવ્ય બેબી શાવર સમારોહમાં આખો ખાન પરિવાર એક છત નીચે સાથે ઉજવણી કરતો જોવા મળ્યો હતો. બેબી શાવર સમારોહમાં અરબાઝ તેની પત્ની બંનેએ પીળા કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા હતાં. સલમાન ખાને પણ પરિવાર સાથે ઉજવણીમાં જોડાવા માટે પોતાના વ્યસ્ત શેડ્યૂલમાંથી સમય કાઢ્યો હતો. ઘણા જાણીતા ટીવી અને બોલિવૂડ સેલિબ્રિટીઓએ શૂરાના બેબી શાવરમાં હાજરી આપી હતી. ઉજવણીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
આ પણ વાંચો: રણબીર અને દિપીકા બ્રેકઅપ પછી પ્રથમ વખત સાથે જોવા મળ્યા
અરબાઝ અને શૂરાના બે વર્ષ પહેલા થયા હતા લગ્ન
અરબાઝ અને શૂરાના સંબંધોની વાત કરીએ તો તે થોડો સમય ડેટિંગ કર્યા પછી 2023 માં તેમના લગ્ન થયા હતા. તેમના લગ્નમાં માત્ર તેમના પરિવારજનો અને નજીકના મિત્રો અને સંબંધીઓ જ સામેલ થયા હતા. લગ્નના બે વર્ષ પછી અરબાઝ બીજી વખત પિતા બન્યો. તે પહેલેથી જ એક પુત્રનો પિતા છે, અને હવે તેના જીવનમાં એક પ્રિંસેસનું આગમન થયું છે.









