Get The App

કરણ જોહરની ફિલ્મમાં કાર્તિક સાથે હિરોઈન તરીકે અનન્યા

Updated: Jan 31st, 2025


Google News
Google News
કરણ જોહરની ફિલ્મમાં કાર્તિક સાથે હિરોઈન તરીકે અનન્યા 1 - image


- કરણ જોહરે અનન્યાને વધુ એક તક આપી 

- તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુ મેરી ફિલ્મ માટે અનન્યા સ્ક્રિપ્ટ સેશનમાં સામેલ થઈ

મુંબઈ : કરણ જોહરે પોતાની ફેવરિટ હિરોઈન અનન્યા પાંડેને વધુ એક તક આપી છે. કરણ કાર્તિક આર્યન સાથે 'તુ મેરી મૈ તેરા, મૈ તેરા તુર મેરી' ફિલ્મ બનાવી  રહ્યો છે. તેમાં લીડ હિરોઈન તરીકે તેણે અનન્યા પાંડેની પસંદગી કરી હોવાનું કહેવાય છે. 

તાજેતરમાં અનન્યા , કાર્તિક આર્યન અને ફિલ્મનો ડાયરેક્ટર સમીર વિધ્વાંસ ફિલ્મનાં સ્ક્રિપ્ટ રિડિંગ સેશન માટે સાથે જોવા મળ્યાં હતાં. તે પરથી અનન્યાને આ ફિલ્મ માટે સાઈન કરવામાં આવી હોવાનું મનાઈ રહ્યું છે. 

કાર્તિક આર્યન આલિયા ભટ્ટ, અનન્યા પાંડે, જાહ્નવી કપૂર સહિતનાં સ્ટાર કિડ્ઝને વારંવાર તક આપી  રહ્યો છે. તેના પર નેપોટિઝમને પ્રમોટ કરવાના આરોપો લાગી રહ્યા છે તેમ છતાંં પણ કરણે સ્ટાર કિડ્ઝને પ્રમોટ કરવાનું છોડયું નથી. તાજેતરમાં તેણે સૈફ અલી ખાનના પુત્ર ઈબ્રાહિમ અલી ખાનને પણ મોટાપાયે લોન્ચ કરવાની જાહેરાત કરી છે. 

Tags :