Entertainment

શૂટિંગમાં લપસી પડ્યા અમિતાભ બચ્ચન, ઘૂંટણમાં ઈજા: ઊભા રહેવામાં તકલીફ છતાં કામ ન અટકાવ્યું

By GS Team
1 Oct 20263 mins read
TukuTouch Logo
અમિતાભ બચ્ચન 'કૌન બનેગા કરોડપતિ 18'ના શૂટિંગ દરમિયાન લપસી પડ્યા હતા. તેમને ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી. KBCના સેટ પર આ ઘટના બનતા દર્શકો ચિંતિત થયા હતા. જોકે, અમિતાભે ઈજા ગંભીર ન હોવાનું જણાવી, બેસીને શો ચાલુ રાખ્યો હતો. તેમણે કામ પ્રત્યેની નિષ્ઠા દર્શાવી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

શૂટિંગમાં લપસી પડ્યા અમિતાભ બચ્ચન, ઘૂંટણમાં ઈજા: ઊભા રહેવામાં તકલીફ છતાં કામ ન અટકાવ્યું

Amitabh Bachchan Slipped And Fell During KBC-18 Shoot: બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચને 'કૌન બનેગા કરોડપતિ 18' ના નવા એપિસોડની શરૂઆત એક અલગ અંદાજમાં કરી. હંમેશાની જેમ જોશ સાથે સ્ટેજ પર એન્ટ્રી લેવા અને ઊભા રહીને મોનોલોગ આપવાને બદલે અમિતાભ બચ્ચન આ વખતે બેસીને દર્શકો સાથે વાતચીત કરતા નજર આવ્યા. તેમણે ખુલાસો કર્યો કે, 'ગઈ કાલે શૂટિંગ દરમિયાન હું લપસી પડ્યો હતો, જેના કારણે મારા ડાબા ઘૂંટણમાં ઈજા થઈ હતી.' જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ઈજા ગંભીર નથી.

KBC 18ના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન લપસી પડ્યા

આ દરમિયાન સ્ટુડિયોમાં હાજર દર્શકો અમિતાભ બચ્ચનને આ રીતે જોઈને થોડા હેરાન રહી ગયા. જોકે, તેમણે પોતાની ઈજા અંગે વધુ ચિંતા ન કરવાની વાત કહી અને જણાવ્યું કે હું શોને સામાન્ય રીતે આગળ વધારીશ. એપિસોડમાં સ્વાસ્થ્યની સાથે-સાથે તેમના અંગત સંબંધો સાથે જોડાયેલી વાતો પણ ચર્ચામાં રહી. અમિતાભે હાલમાં જ પોતાના બ્લોગ દ્વારા અભિષેક બચ્ચન સાથેના પોતાના સંબંધો, વિચારોમાં તફાવત અને પરસ્પર સન્માન પર પોતાના વિચારો શેર કર્યા હતા. બીજી તરફ વર્કફ્રન્ટ પર અમિતાભ ટૂંક સમયમાં ફિલ્મ 'સેક્શન 84'માં નજર આવશે.

અમિતાભ બચ્ચને એપિસોડની શરૂઆતમાં જણાવ્યું કે, સામાન્ય રીતે હું સ્ટેજની વચ્ચે ઊભા રહીને મોનોલોગ આપું છં, પરંતુ આ વખતે ઈજાના કારણે એવું નથી કરી શકતો. આજે મારા ઘૂંટણમાં ઈજા થઈ છે.' ત્યારબાદ તેમણે જણાવ્યું કે તેમને ઈજા કેવી રીતે થઈ. અમિતાભે કહ્યું કે, 'ગઈકાલે શૂટિંગ દરમિયાન હું લપસી પડ્યો હતો અને મારા ઘૂંટણમાં વાગી ગયું.' આ જણાવતા તેમણે પોતાના ડાબા ઘૂંટણ તરફ ઈશારો કર્યો.

દર્શકોએ ઝડપથી સાજા થવાની કામના કરી

અમિતાભ બચ્ચનના ઘૂંટણમાં ઈજા થવાની વાત સાંભળીને સ્ટુડિયોમાં હાજર દર્શકો થોડા ચિંતિત થઈ ગયા. જોકે, બિગ બીએ તરત જ તેમને ભરોસો અપાવ્યો કે ઈજા ગંભીર નથી. તેમણે જણાવ્યું કે ચેલેન્જર્સને હોસ્ટ કરતી વખતે તેઓ ઊભા રહેશે, પરંતુ શરૂઆતના મોનોલોગ દરમિયાન બેસવાનું પસંદ કરશે કારણ કે તેમને ઊભા થવામાં થોડી તકલીફ થઈ રહી હતી. આ પછી દર્શકોએ અમિતાભ બચ્ચન ઝડપથી સાજા થઈ જાય તેવી કામના કરી. ઈજા છતાં તેમણે શોનું શૂટિંગ ચાલુ રાખ્યું અને દર્શકો સાથે વાતચીત કરતા એપિસોડને આગળ વધાર્યો.

ઈજા છતાં શો ચાલુ રાખ્યો

KBCના 18મા સીઝનમાં અમિતાભ બચ્ચનનું આ રીતે ખાસ અંદાજમાં દર્શકો અને કન્ટેસ્ટન્ટ્સ સાથે જોડાવું લોકોને ખૂબ પસંદ આવ્યું. લોકોનું કહેવું હતું કે કામ પ્રત્યે તેમનું સન્માન જોઈને હંમેશા કંઈક ને કંઈક શીખવા મળે છે. બીજી તરફ, શો દરમિયાન તેમનો કન્ટેસ્ટન્ટ્સ સાથે વાતચીત કરવાનો અંદાજ અને કિસ્સા શેર કરવા પણ દર્શકોને ખૂબ પસંદ આવે છે. એવામાં ઈજા છતાં શૂટિંગ ચાલુ રાખવું અને એપિસોડને પોતાના અંદાજમાં આગળ વધારવો એ પણ શોનો ખાસ હિસ્સો રહ્યો.

અભિષેક બચ્ચન સાથેના સંબંધો પર વાત કરી

આ દરમિયાન અમિતાભ બચ્ચને હાલમાં જ પોતાની એક બ્લોગ પોસ્ટમાં પુત્ર અભિષેક બચ્ચન સાથેના પોતાના સંબંધો અને બંનેના અલગ-અલગ દ્રષ્ટિકોણ અંગે પણ વાત કરી હતી. તેમણે લખ્યું કે, પિતા અને પુત્રના વિચારો ભલે અલગ હોય, પરંતુ તેમની મંજિલ એક હોઈ શકે છે. અમિતાભે લખ્યું, 'પિતા-પુત્ર બંને એક જ મંચ પર બેઠા છે, ભલે વિચારો અલગ-અલગ હોય, મંજિલ એક જ છે.' તેમણે આગળ બંને વચ્ચે પ્રેમ અને સન્માનના સંબંધનો ઉલ્લેખ કરતા લખ્યું, 'આગામી પેઢી માટે હંમેશા સન્માન, પરંતુ મંજિલ હંમેશા એક જ હોય છે. દરેક રસ્તાનો આ જ આદર્શ હોવો જોઈએ અને આ જ સંબંધ રહ્યો છે, મંજિલને શોધવી, સમજવી અને તેને એવું રૂપ આપવું જે બધા માટે ફાયદાકારક હોય: પ્રેમ, સન્માન અને શુભચિંતકોનો પ્રેમ.'

'સેક્શન 84'માં જોવા મળશે અમિતાભ બચ્ચન

વર્કફ્રન્ટની વાત કરીએ તો અમિતાભ બચ્ચન પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. તેઓ ટૂંક સમયમાં રિભુ દાસગુપ્તાના નિર્દેશનમાં બનેલી કોર્ટરૂમ ડ્રામા ફિલ્મ 'સેક્શન 84' માં જોવા મળશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે ડાયના પેંટી, નિમ્રત કૌર અને અભિષેક બેનર્જી પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મ હાલમાં પોસ્ટ-પ્રોડક્શન સ્ટેજમાં છે.