Entertainment

દીપિકાના કારણે અલ્લુ અર્જુનની રાકાનું શૂટિંગ અટકી પડયું

By GS Team
6 Jun 20261 min read
દીપિકાના કારણે અલ્લુ અર્જુનની રાકાનું શૂટિંગ અટકી પડયું

- દીપિકા તારીખો જ આપતી નથી

- અન્ય કલાકારો તથા ક્રૂ મેમ્બર્સને તેમની તારીખો રિશિડયૂલ કરવા કહી દેવાયું

મુંબઇ : દીપિકા પદુકોણે તારીખો નહિ આપી હોવાથી અલ્લુ અર્જુન સાથેની તેની ફિલ્મ 'રાકા'નું શૂટિંગ અટકી પડયું હોવાનું કહેવાય છે. 

ડાયરેક્ટર એટલીએ કંટાળીને અન્ય કલાકારો તથા ક્રૂ મેમ્બર્સને નવી તારીખો એડજેસ્ટ કરવા  કહેવું પડયું છે. 

આ મહિને ફિલ્મનાં કેટલાંક એક્શન દ્રશ્યોનું શૂટિંગ થવાનું હતું. પરંતુ, દીપિકાએ હજુ સુધી પોતાની તારીખો કન્ફર્મ કરી નથી. આથી, આ મહિનાનું સમગ્ર શિડયૂલ ખોરવાયું છે. 

આ મહિને ફિલ્મમાં દીપિકાનો લૂક  પ્રગટ થવાનો હતો પરંતુ હવે તે પણ શક્ય નહીં બને. 

ઉલ્લેખનીય છે કે દીપિકાએ તાજેતરમાં પોતાની બીજી  પ્રેગનન્સી એનાઉન્સ કરી છે. આ ઉપરાંત તે  શાહરુખ ખાનની 'કિંગ' ફિલ્મનાં શૂટિંગમાં પણ વ્યસ્ત છે. તેને કારણે તેનું પોતાનું શિડયૂલ પણ ખોરવાઈ ચૂક્યું છે.