Entertainment
આલ્ફામાં આલિયા લેડી સ્પાય નહિ પણ કિલરના રોલમાં
By GS Team
27 May 20261 min read

- ધુરંધર બાદ આલ્ફાનાં ભાવિ વિશે અટકળો થઈ હતી
- અગાઉ દાવો થયો હતો કે આલિયા અને શર્વરી લેડી સ્પાયના રોલમાં હશે
મુંબઇ : યશરાજ ફિલ્મસ દ્વારા તેનાં સ્પાય યુનિવર્સના ભાગરુપે 'આલ્ફા' ફિલ્મ બનાવાઈ છે પરંતુ હવે એક દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ લેડી સ્પાય નહિ પરંતુ એક કિલરની ભૂમિકામાં હશે.
ફિલ્મમાં આલિયા સાથે શર્વરી વાઘ તથા બોબી દેઓલ સહિતના કલાકારો છે. તાજેતરમાં રણવીરની 'ધુરંધર' ફિલ્મ સફળ થયા બાદ લોકોએ યશરાજની સ્પાય ફિલ્મોમાં તદ્દન બિનવાસ્તવદર્શી અને વધારે પડતું ગ્લેમરસ ચિત્રણ થયું હોવાની આકરી ટીકાઓ કરી હતી. તે પછી આદિત્ય ચોપરાએ 'આલ્ફા'ની વાર્તામાં કેટલાક ફેરફારો કરાવ્યા હોવાનું કહેવાય છે.
'ધુરંધર'ની સફળતા બાદ આદિત્ય ચોપરાએ ફિલ્મનું રીલિઝ શિડયૂલ પણ વારંવાર બદલ્યું છે.









